સોશ્યલ મીડિયા પર ફરતી અફવાથી દુર રહો : કમિશ્નર

11 September 2020 05:31 PM
Rajkot
  • સોશ્યલ મીડિયા પર ફરતી અફવાથી દુર રહો : કમિશ્નર

રાજકોટમાં રેડ એલર્ટ-સ્મશાનમાં જગ્યા ન હોવાની વાતો ફેલાવતા અમુક તત્વો

રાજકોટ, તા. 11
રાજકોટમાં હાલ સોશ્યલ મીડીયામાં કોરોના રેડ એલર્ટથી માંડી સ્મશાનમાં ખુબ વેઇટીંગ અને જગ્યા ન હોવાની અમુક લોકો દ્વારા અફવા ફેલાવાતા ઘણા લોકોમાં ભય ફેલાયો છે. જે વાતોથી દુર રહેવા મહાપાલિકાએ અપીલ કરી છે.

હાલ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, ત્યારે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર મુકાતી રહેતી જાતજાતની પોસ્ટ વગર વિચાર્યે ફોરવર્ડ કરી રહ્યા છે, જેનાથી નાગરિકોમાં ભય, ચિંતા અને અવઢવની સ્થિતિ સર્જાય છે. આ પરિસ્થિતિને કારને નાગરિકો અને તંત્ર દ્વારા મહામારી સામે લડવા માટે થઇ રહેલા પ્રયાસો પર વિપરીત અસર પહોંચાડે છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોને ઘરે ઘરે ફરીને જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે જેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે. સોશિયલ મીડિયા પરની અફવાથી દોરાઈને લોકો ભયભીત ના થાય અને ખરેખર સત્ય હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરે એ વાસ્તવમાં સમાજ સેવા કરી ગણાય.

લોકો સોશિયલ મીડિયા પરની અનાધિકૃત માહિતીથી ચેતે અને સમાજમાં ભયની લાગણી ના પ્રસરે તેની તકેદારી રાખે એમાં જ સૌનું ભલું છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. થોડા દિવસોથી વોટસએપ પર આવા મેસેજ વાયરલ થતા મહાપાલિકાએ તેનો ઉલ્લેખ કર્યા વગર કોઇપણ અફવા ન માનવા સ્પષ્ટતા કરવી પડી છે.


Related News

Loading...
Advertisement