બોટાદ દિગંબર જૈન સ્વાઘ્યાય મંદિરે અનુષ્ઠાન યોજાયું

11 September 2020 11:34 AM
Botad
  • બોટાદ દિગંબર જૈન સ્વાઘ્યાય મંદિરે અનુષ્ઠાન યોજાયું

પરમ પૂજય ગુરૂદેવશ્રી કાનજી સ્વામી પ્રેરીત શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ મધ્યે દશલક્ષણ પવાઁધીરાજ પયુઁષણ પાવન અવસરે ભાદરવા-સુદ-14 ને મંગળવારના રોજ મહા મંગલકારી અનંત ચતુદેશી-સંવત્સરીના પ્રવીત્ર દિવસે બાળ બ્રહ્મચારી બારમાં તીથઁકર શ્રીવાસુપૂજય ભગવાનના મોક્ષ કલ્યાણક ના પ્રવીત્ર દિવસે સવારે જિનેન્દ્ર અભિષેક-પુજા, પૂજય ગુરૂદેવશ્રી કાનજી સ્વામીનું તત્વરોચક પ્રવચન તદ્દન પશ્ચાતા બપોરે- આલોચના પાઠ કરવામાં આવેલ અને સંવત્સરીની સુરમ્ય સંધ્યાએ દિગમ્બર જૈન સકળ સંઘના નાના મોટા ભાઈ- બહેનોએ સામુહિક સંવત્સરી મહા પ્રતિક્રમણ સોશીયલ ડિસ્ટન્સ રાખી સરકારશ્રી નાઆદેશ અનુસાર કરેલ, અને આખ વષઁ દરમ્યાન જાણતા અજાણતા થયેલ દોષ ની ક્ષમપના કરવામાં આવેલ અને અંતમાં સહુંએ અરસ પરસ આબાલ ગોપાલ સવઁ જીવોએ મિચ્છામી દુકકડમ પાઠવેલ અને પયુઁષણ પવઁ નિમિત્તે ધમઁ આરાધના ના દિવસોમાં સહું કોઈએ વ્રત તપ કરીને ઉજવણી કરી હતી.


Loading...
Advertisement