સુરત : આર્થિક તંગીના કારણે રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાની આત્મહત્યા

11 September 2020 11:09 AM
Surat
  • સુરત : આર્થિક તંગીના કારણે રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાની આત્મહત્યા

સુરત તા. 11
આર્થિક રીતે ભાંગી પડેલા રત્નકલાકારો માટેની લડાઇ લડતા સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ સુરત કામરેજ વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીના પુલ પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી છે.સ જયસુખ ગજેરાએ કુદકો માર્યાની જાણ થતાં તંત્ર દોડી ગયુ હતુ. ફાયરની ટીમે ગજેરાનો મૃતદેહ શોધી કાઢયો હતો. આર્થિક સંકડામણના કારણે જયસુખ ગજેરાએ આત્મહત્યા કર્યા હોવાનું ચર્ચાય રહયુ છે.

બુધવારે રાત્રે તેમના પરિવારે ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંપર્ક થઇ શકયો ન હતો. જેથી પરિવાર અને મિત્રોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. અનેક જગ્યાએ શોધખોળ કરતા ગજેરાની બાઇક અને ચપ્પલ કામરેજ હાઇવે પાસે આવેલી તાપી નદી પરના કઠોર બ્રિજ પાસે મળી હતી. બાદમાં તેઓનો મૃતદેહ નદીમાંથી મળ્યો હતો.

ગજેરા છેલ્લા કેટલાક વર્ષોથી રત્નકલાકારોના પ્રશ્ર્નોને તંત્ર અને સરકાર સામે ઉઠવતા હતા. જયસુખ ગજેરા હસમુખા સ્વભાવના હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ આર્થિક સંકડામણમાં હતા. ખાસ કરી લોકડાઉનને કારણે આર્થિક સ્થિતિ વધુ નબળી બની હોવાનું જાણવા મળ્યુ છે.


Loading...
Advertisement