શેરબજારમાં ‘રીલાયન્સ-ડે’; 152 રૂપિયાના તોતીંગ ઉછાળાથી નવો ભાવ: સેન્સેકસ 646 પોઈન્ટ ઉછળ્યો

10 September 2020 07:32 PM
Business
  • શેરબજારમાં ‘રીલાયન્સ-ડે’; 152 રૂપિયાના તોતીંગ ઉછાળાથી નવો ભાવ: સેન્સેકસ 646 પોઈન્ટ ઉછળ્યો

રાજકોટ તા.10
મુંબઈ શેરબજારમાં આજે તેજીના આખલાએ છલાંગ લગાવી હતી. હેવીવેઈટ સહિત મોટાભાગના શેરોમાં ધૂમ લેવાલીથી સેન્સેકસમાં 642 પોઈન્ટનો તોતીંગ ઉછાળો હતો. માર્કેટમાં આજનો દિવસ રીલાયન્સના નામે રહ્યો હોય તેમ તેમાં 160 રૂપિયાના ઉછાળા સાથે રેકોર્ડબ્રેક ભાગ થયો હતો.

શેરબજારમાં આજે શરૂઆત જ ગેપથી થઈ હતી. રીલાયન્સ રીટેઈલમાં ભાગીદારી માટે ટોચની વૈશ્ર્વિક કંપનીઓ આતુર હોવાના રીપોર્ટ વચ્ચે એમેઝોન પણ મેદાને આવ્યાના સમાચારથી જબરદસ્ત અસર હતી. રીલાયન્સમાં ખબરીયાઓની ધૂમ લેવાલીની સાથોસાથ મોટાપાયે વેચાણ કાપણી આવતા તોતીંગ ઉછાળો હતો. અર્થતંનિ પાટે ચડાવવા માટે વધુ રાહત પેકેજ મળવાના સંકેત સહિતના કારણોની સારી અસર હતી.

શેરબજારમાં આજે એક જ દિવસમાં રૂા.152 રૂપિયાનો ધરખમ ઉછાળો હતો અને ભાવ 2314ની નવી ઉંચાઈએ બંધ આવ્યો. આ સિવાય ભારત પેટ્રો, એશિયન પેઈન્ટસ, ઈન્ડિયન ઓઈલ, બજાજ ફાઈનાન્સ, એકસીસ બેંક, સ્ટેટ બેંક, વોડાફોન, યસ બેંક, સ્ટેટ બેંક, ટેલ્કો ઉંચકાયા હતા. ભારતી ઈન્ફ્રા., હિન્દાલ્કો, ટીસ્કો, ભારતી એરટેલ નબળા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 646 પોઈન્ટના ઉછાળાથી 38840 હતો જે ઉંચામાં 38872 તથા નીચામાં 38367 હતો. નિફટી 173 પોઈન્ટના ઉછાળાથી 11451 હતો.


Related News

Loading...
Advertisement