વડોદરા સહિતના શહેરોમાં કોરોનાના દર્દીઓ માટે ઓકસીજનની ચિંતા

10 September 2020 05:34 PM
Vadodara
  • વડોદરા સહિતના શહેરોમાં કોરોનાના દર્દીઓ માટે ઓકસીજનની ચિંતા

ગુજરાતમાં સતત વધી રહેલા કેસમાં જે કોરોના પેશન્ટને ઓકસીજનની જરૂર હોય તેમના માટે પુરવઠો ઉપલબ્ધ રહે તે જોવા હવે તાકીદ થઈ છે.

વડોદરામાં કોરોના કામગીરી માટે મુકાયેલા ઉચ્ચ અધિકારીએ ફુડ એન્ડ ડ્રગ્ઝ વિભાગને મહાનગર માટે 50 ટન ઓકસીજનનો જથ્થો તાત્કાલીક ઉપલબ્ધ બનાવવા અને બફર સ્ટોક રાખવા માંગણી કરી છે.

વિનોદરાવે એક પત્ર લખીને ઓકસીજનની તંગી સર્જાઈ શકે છે તેવી ચિંતા વ્યક્ત કરી છે તો બીજી તરફ રાજયમાં મેડીકલ ઓકસીજનની માંગ વધતા ઔદ્યોગીક ઓકસીજનની કમી સર્જાઈ છે.


Loading...
Advertisement