કોરોનાના વ્યાપને લઈને સુરતમાં અર્વાચીન ગરબા ન યોજવાનો આયોજકોનો નિર્ણય

10 September 2020 05:26 PM
Surat Gujarat
  • કોરોનાના વ્યાપને લઈને સુરતમાં અર્વાચીન ગરબા ન યોજવાનો આયોજકોનો નિર્ણય

રાજકોટ તા.10
કોરોના મહામારી ખોફના કારણે છેલ્લા પાંચ મહિનાથી દરેક ઉત્સવો-મહોત્સવો પર પાબંદી લાગી છે, જેથી અનેક ઉત્સવો માણ્યા વગર પસાર થઈ ગયા છે ત્યારે ગુજરાતનો લોકપ્રિય અને મા શક્તિની આરાધના પર્વ નવરાત્રીમાં પ્રાચીન-અર્વાચીન ગરબા મહોત્સવની ઉજવણી પર પ્રશ્નાર્થો સર્જાયા છે.

અનેક સંસ્થાઓએ ગરબા યોજવાની મંજુરી માંગી છે પણ સરકારે આ મુદે હજુ સ્પષ્ટતા નથી કરી અને આ મુદો હજુ વિચારણા હેઠળ છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે જણાવ્યું હતું.

હાલ રાજયમાં કોરોનાનો કહેર યથાવત હોઈ સુરતના અર્વાચીન ગરબાના આયોજકોએ ગરબા નહીં યોજવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આજે રાજયના અનેક અર્વાચીન ગરબાના આયોજકોએ ગરબા યોજવા મંજુરી માંગી છે અને સરકારે હજુ આ મામલે કોઈ સ્પષ્ટ જવાબ નથી આપ્યો, વળી, સુરતમાં કોરોનાનો વ્યાપ છે ત્યારે સુરતના અર્વાચીન ગરબા આયોજકોએ ગરબાનું આયોજન ન કરવાનો નિર્ણય લીધો છે.


Related News

Loading...
Advertisement