લોન મોરેટોરીયમ 28 સપ્ટેમ્બર સુધી લંબાવતી સુપ્રીમ કોર્ટ

10 September 2020 04:19 PM
India
  • લોન મોરેટોરીયમ 28 સપ્ટેમ્બર સુધી લંબાવતી સુપ્રીમ કોર્ટ

વ્યાજ પરના વ્યાજ મામલે કડક વલણ: છેલ્લીવાર મુદત આપી આકરી ટકોર

નવી દિલ્હી તા.10
કેન્દ્ર સરકારે લોનના વ્યાજ પર વ્યાજ મામલે નિર્ણય લેવા કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકને બે સપ્તાહનો છેલ્લીવાર સમય આપી 28 સપ્ટેમ્બર સુધી લોન મોરેટિયમ (હપ્તાની ચૂકવણી મોકુફી) લંબાવ્યું છે. સુપ્રીમ કોર્ટેએ ઉપરાંત આ સમયગળા યુપીમાં લોનની પુન: ચૂકવણી ન થાય તેવા એકાઉન્ટસને નોન-પર્ફોમીંગ એસેટ (એનપીએ) જાહેર ન કરવા આદેશ આપ્યું છે.

પોતે વ્યાજના વ્યાજ મામલે રાહત આપવાના પક્ષમાં છે એવો ખુલ્લો સંકેત આપી કેન્દ્ર તથા રિઝર્વ બેંકને સામે બેસી નકકર દરખાસ્તો રજુ કરવા જણાવ્યું છે. કેન્દ્રએ જણાવ્યું હતું કે તે આ મામલે બેંકો અને અન્ય હિત ધરાવતા જૂથો સાથે વાત કરી રહ્યાનું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહતો લંબાવતા રિઝર્વ બેંકને કામદારોનું ક્રેડીટ રેટીંગ ડાઉનગ્રેડ ન કરવા જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વ્યક્તિગત અરજદારો, રિઅલ્ટર્સ અને હોટેલો તરફથી વ્યાજમાં રાહત આપવા દાદ માંગતી અરજીઓની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટે કરી હતી.


Related News

Loading...
Advertisement