રાણાવાવની પે સેન્ટર કુમાર શાળાની શિક્ષીકાને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર એનાયત

10 September 2020 10:57 AM
Porbandar
  • રાણાવાવની પે સેન્ટર કુમાર શાળાની શિક્ષીકાને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર એનાયત

(સુનિલ ચૌહાણ)
વઢવાણ તા.10
શિક્ષકદિન નિમિતે શ્રેષ્ઠ શિક્ષકોને પ્રોત્સાહિત કરવાની સાથે સરકાર દ્રારા આવા શિક્ષકોનું પુરસ્કાર દ્રારા સન્માન કરવામાં આવે છે. સમાજ અને દેશને શ્રેષ્ઠ શિક્ષકોની ખુબ જ જરૂરીયાત હોય છે. એક શિક્ષક શાળામાં વર્ષો સુધી સરસ્વતિની સાધના કરીને અસંખ્ય વિધાર્થીઓને સિલેબસની સાથે સાથે જીવનમૂલ્ય આધારિત શિક્ષણ આપીને રાષ્ટ્રનાં નિમાર્ણમાં મહત્વનું યોગદાન પુરૂ પાડે છે. ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન એટલે શિક્ષકોનાં સન્માનનો દિવસ, આ દિવસે શ્રેષ્ઠ શિક્ષકને સન્માનિત કરવામાં આવે છે. પોરબંદર ખાતે યોજાયેલ શિક્ષક દિનની ઉજવણી નિમિતે જિલ્લા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનું દર વર્ષની જેમ આ વર્ષે પણ સન્માન કરાયું હતુ.

જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવનાર રાણાવાવ પે.સેન્ટર કુમાર શાળામા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ક્રિષ્નાબેન માવદીયા છેલ્લા 21 વર્ષથી વિધાર્થીઓને સામાજિક વિજ્ઞાન તથા અન્ય વિષયો ભણાવી રહ્યા છે.

હાલ વિશ્વમાં કોરોના મહામારીના કારણે શાળાના જરૂરીયાતમંદ વિધાર્થીઓના શૈક્ષણિક ખર્ચ માટે પુરસ્કાર પેટે મળેલા રૂ.15 હજાર અર્પણ કરનાર ક્રિષ્નાબહેન કહે છે કે, જિલ્લાકક્ષાનો પુરસ્કાર મળ્યો એ એક જવાબદારી છે. અભ્યાસ પુર્ણ કરીને શાળામાથી આગળ વધતા વિધાર્થીઓ દેશના નિર્માણમાં અને સમાજ સેવામાં પોતાનું યોગદાન આપે એ જ સાંચું શિક્ષણ છે.

કલા મહાકુંભમાં ભાગ લઇને વિધાર્થીઓને પણ સંગીત અને કોમ્પ્યુટર શિક્ષણનું જ્ઞાન આપનાર તથા વધુને વધુ વિધાર્થીઓ આ ક્ષેત્રે આગળ વધે તે માટે ક્રિષ્નાબેન સતત કાર્યરત રહે છે. 2019નાં વર્ષે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તથા કલસ્ટર કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષકનો પુરસ્કાર મેળવનાર ક્રિષ્નાબેન એવા અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ છે, જે પોતે ખરેખર વિધાર્થીઓ માટે સિલેબસ જ્ઞાનની સાથે સાથે જીવનલક્ષી શિક્ષણ પણ આપવા ઇચ્છતા હોય.


Loading...
Advertisement