રાણાવાવ બ્રહ્મ સમાજની મહિલા પાંખ દ્વારા સરાહનીય કાર્ય

10 September 2020 10:56 AM
Porbandar
  • રાણાવાવ બ્રહ્મ સમાજની મહિલા પાંખ દ્વારા સરાહનીય કાર્ય

(સુનિલ ચૌહાણ) વઢવાણ તા.10
રાણાવાવ માં રહેતા બ્રહ્મ સમાજનું ગૌરવ એવા બીપીન ભાઈ જોશી સમસ્ત વિશ્વના કલ્યાણ માટે છેલ્લા છ મહિનાથી એમના નિવાસ્થાને અનુષ્ઠાન કરી રહ્યા છે જેની ની જાણ રાણાવાવ સમસ્ત બ્રહ્મ સમાજ ના મહિલા પાંખ ના બહેનો ને થતા રાણાવાવ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખના પ્રમુખ નિકીતાબેન ટેવાણી. ની સાથે મહામંત્રી ભારતીબેન જાની. ઉપપ્રમુખ કૈલાસબેન રાવલ. તથા રતનબેન છેલાવડા. હીનાબેન ધરદેવ. કોકીલાબેન જાની. પ્રફુલાબેન મહેતા. ચંદ્રિકાબેન દવે. ભાવનાબેન બાપોદર. મનિષાબેન જોશી. વગેરે બહેનો બીપીનભાઈ જોષી ના ઘરે જઈ એમને સાલ ઓઢાડી તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરેલા આ સમયે સમસ્ત બ્રહ્મ સમાજની બહેનો ને આરતી નો પણ લાવો મળેલ. આ સન્માનને લઈ બીપીનભાઈ જોશીએ રાણાવાવ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખના બહેનો આભાર વ્યક્ત કરેલો.


Loading...
Advertisement