Vadodara : SSG હોસ્પિટલમાં આગનો મામલો : ધમણ - 3 વેન્ટિલેટરમાંથી આગ પ્રસરી હોવાનું પ્રાથમિક અનુમાન : વીડિયો ફૂટેજ સામે આવ્યા બાદ ઉઠતા સવાલોથી કલાસ 1 અધિકારીઓ પણ ગેંગે-ફેંફે થયા

09 September 2020 11:53 PM
Vadodara Gujarat
  • Vadodara : SSG હોસ્પિટલમાં આગનો મામલો : ધમણ - 3 વેન્ટિલેટરમાંથી આગ પ્રસરી હોવાનું પ્રાથમિક અનુમાન : વીડિયો ફૂટેજ સામે આવ્યા બાદ ઉઠતા સવાલોથી કલાસ 1 અધિકારીઓ પણ ગેંગે-ફેંફે થયા

ધમણ 3ના ફક્ત બે જ વેન્ટિલેટર હાલ ઉપયોગમાં, એક એસએસજી અને એક ગોત્રી હોસ્પિટલમાં છે : ડો. શીતલ મિસ્ત્રીનું નિવેદન

રાજકોટઃ
કોરોના મહામારી વચ્ચે રાજકોટમાં નિર્માણ થતું ધમણ વેન્ટિલેટર પહેલાથી વિવાદમાં રહ્યું છે. ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગ લાગતા ધમણ વેન્ટિલેટરનું નામ ઉછળીને બહાર આવ્યું છે. એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે, વેન્ટિલેટરમાં સ્પાર્ક થાય છે અને અચાનક આગ ભભૂકી ઉઠે છે. આ વિડિઓ સામે આવ્યા બાદ પણ જવાબદાર અધિકારીઓ મગનું નામ મરી પાડતા નથી. અને ઉઠતા સવાલોથી કલાસ 1 ઓફિસરો પણ ગેંગે-ફેંફે થઈ રહ્યા છે. અને બચાવની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. હાલ ઉઠેલી ચર્ચા મુજબ જે વેન્ટિલેટરમાં આગ લાગી તે ઘમણ 3 છે.

આ સમગ્ર ઘટના વચ્ચે SSG હોસ્પિટલના જવાબદાર અધિકારીઓએ તો મોઢા સિવી લીધા છે પરંતુ ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ માધ્યમોને જણાવ્યું હતું કે, 'ધમણ - 3 ના ફક્ત બે જ વેન્ટિલેટર હાલ ઉપયોગમાં છે, એક એસએસજી અને એક ગોત્રી હોસ્પિટલમાં છે. 24 કલાક વેન્ટિલેટર ચાલતું હતું એટલે ગરમ થયું હશે. ઓવરલોડ થવાના કારણે ઘટના થઈ હોય શકે.' ડો. શીતલ મિસ્ત્રીના નિવેદન બાદ મામલો વધુ ચાંગવાના એંધાણ છે. ધમણને લઈ ભ્રષ્ટાચાર થયો હોવાનું અને આ એક કૌભાંડ હોવાના આક્ષેપ અગાઉ કોંગ્રેસએ કર્યા હતા અને હાલ પણ આ મામલે વિપક્ષે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો છે.

તપાસ કમિટીની રચના કરાઈ

એસ.એસ.જી હોસ્પિટલમાં આગના મામલે કલેકટરે ઝીણવટ ભરી તપાસના આદેશ આપ્યા હતા અને કમિટીની રચના કરી હતી. જે બાદ નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિત 4 અધિકારીઓની કમિટીમાં નિમણૂક કરાઈ હતી. કમિટીના સભ્યોએ કોરોના વોર્ડની મુલાકાત લીધી હતી. અને કહ્યું હતું કે, આગનું કારણ જાણ્યા બાદ જવાબદાર સામે પગલાં લેવાશે. જોકે શોટ સર્કિટ થયું તે ધમણ 3 વેન્ટિલેટર હતું તેવો ફોડ પાડ્યો નહોતો. જોકે વડોદરાના ફાયર ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, એક મોનીટર કે વેન્ટિલેટર જેવા બોક્સમાંથી આગ પ્રસરી હતી જેને એફએસએલ માટે મોકલાયું છે.

Related News

Loading...
Advertisement