વડોદરાની હોસ્પીટલની આગ પાછળ ‘ધમણ’ વેન્ટીલેટર?!

09 September 2020 05:30 PM
Vadodara Gujarat Rajkot
  • વડોદરાની હોસ્પીટલની આગ પાછળ ‘ધમણ’ વેન્ટીલેટર?!
  • વડોદરાની હોસ્પીટલની આગ પાછળ ‘ધમણ’ વેન્ટીલેટર?!

રાજકોટની કંપનીના વિવાદમાં ઘેરાયેલા ‘ધમણ’ વેન્ટીલેટરે હવે દર્દીઓના જીવ જોખમમાં મુકયા: ‘ધમણ’ વેન્ટીલેટરમાં શોર્ટ સર્કીટથી આગ લાગ્યાનો નિર્દેશ અને ત્યારપછી સમગ્ર આઈસીયુમાં ફેલાઈ

રાજકોટ તા.9
કોરોનાના પ્રારંભીક કાળમાં ટુંકાગાળામાં જ તૈયાર કરાવી લેવાયેલા અને પછી વિવાદના કેન્દ્રમાં આવેલા રાજકોટની જયોતિ સીએનસી કંપનીના ‘ધમણ’ વેન્ટીલેટર નવા વિવાદમાં આવવાના એંધાણ છે. વડોદરાની સયાજી હોસ્પીટલના કોવિડ વોર્ડમાં ગઈ સાંજે બનેલી આગની ઘટનામાં ‘ધમણ’ વેન્ટીલેટર જ નિમિત બન્યું હતું. ધમણ વેન્ટીલેટરથી જ આગ લાગી હતી. હવે આ વેન્ટીલેટરને ચકાસણી તપાસ માટે ફોરેન્સીક લેબમાં મોકલવામાં આવ્યુ છે.

રાજકોટની કંપનીએ દસ દિ’ના ટુંકાગાળામાં જ વેન્ટીલેટર તૈયાર કરી લેતા સમગ્ર ભારતમાં તેનું નામ ગાજવા લાગ્યુ હતું. પરંતુ થોડા જ દિવસોમાં અમદાવાદના તબીબોએ ‘ધમણ’ વેન્ટીલેટર ન હોવાનું જણાવીને તેનો ઉપયોગ રોકવાનો રીપોર્ટ આપતા વિવાદ થયો હતો અને ત્યારથી કંપની અને તબીબોના સામસામા દાવા થતા રહ્યા હતા. કંપનીના વેન્ટીલેટરને પીએમ કેર્સ ફંડમાંથી ખરીદ યાદીમાંથી પણ બાકાત કરી દેવાયા હોવાની વિગતો બહાર આવી હતી.

હવે વડોદરાની સયાજી હોસ્પીટલની આગમાં પણ ધમણ વેન્ટીલેટરનું નામ ઉછળ્યુ છે. વડોદરા ફાયરબ્રિગેડના સીનીયર અધિકારીએ કહ્યું કે ધમણ વેન્ટીલેટરમાં શોર્ટ સર્કીટ થઈ હતી અને પછી તે આગ સમગ્ર આઈસીયુમાં ફેલાઈ હતી. શોર્ટસર્કીટ આગમાં સળગી ગયેલા વેન્ટીલેટરને ફોરેન્સીક તપાસ માટે મોકલી દેવામાં આવ્યું છે.

એવું બહાર આવ્યું છે કે આગ લાગતાની સાથે જ આઈસીયુ વોર્ડમાંથી દર્દીઓને તાબડતોડ બહાર કાઢવામાં આવ્યા હતા. આ વખતે આગ પર કાબુ કરવા મથતા ફાયરબ્રિગેડ તથા સીકયુરીટી ગાર્ડ અચાનક ધુમાડાથી ઘેરાયેલુ એક બોકસ લઈને બહાર દોડી અવ્યા હતા. પ્રથમ દ્રષ્ટીએ આ બોકસ શુ હતું તેનો અંદાજ નીકળ્યો ન હતો. પરંતુ ત્યારબાદ તપાસ થતા તે વેન્ટીલેટર હોવાનું અને તેમાં આગ લાગ્યા બાદ આઈસીયુમાં ફેલાયાનું બહાર આવ્યું હતું.

ફાયરબ્રિગેડના અધિકારીએ કહ્યું કે આઈસીયુ-2 વોર્ડની બહાર પણ અનેક વેન્ટીલેટર મશીન પડયા હતા તેમાં ધમણ વેન્ટીલેટર પણ હતું. સળગેલુ વેન્ટીલેટર તેના જેવુ જ હતું તેના આધારે તે ધમણ હોવાનું તારણ નીકળ્યું હતું. ફોરેન્સીક રીપોર્ટના આધારે હવે ચિત્ર સ્પષ્ટ થશે.


Related News

Loading...
Advertisement