સુપ્રિમ કોર્ટનો આદેશ : ઉજજૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવલિંગને સ્પર્શવા પર પ્રતિબંધ

09 September 2020 12:44 PM
Dharmik India
  • સુપ્રિમ કોર્ટનો આદેશ : ઉજજૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવલિંગને સ્પર્શવા પર પ્રતિબંધ

યોગ્ય માત્રામાં શુધ્ધ દુધ અર્પણ કરવાની મંજુરી : નિયમોનો ઉલ્લંઘન કરનાર પુજારી સામે કાર્યવાહી થશે

ઉજજૈન તા. 9
સુપ્રિમકોર્ટ એ મંગળવારના ઉજજૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરમાં શિવલિંગના રક્ષણ માટે મંદિર મેનેજમેન્ટ સમિતિ નિર્દેશ જાહેર કર્યો છે.સ કારણકે ત્યા શિવલિંગને કાટ લાગી રહયો છે. કોર્ટએ રાજય સરકારને સુચના આપી છે કે ત્યાના કલેકટરને આવશ્યક સમારકામ દેખભાળ અને સુધારની વ્યાપક યોજના માટે એક ફંડ આપવામાં આવે. અધિક્ષકતા અભિયાન અને ઉપલબ્ધ આર્કિટેકની મદદથી કલેકટર આ ઉદેશ માટે એક વ્યાપક યોજના તૈયાર કરશે. આ યોજના ચાર સપ્તાહની અંદર તૈયાર કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના જજ અરૂણ મિશ્રા, જસ્ટિસ બીઆર ગવઇ અને જસ્ટિસ કૃષ્ણમુરારીની બેઠકમાં સંરક્ષણ માટે નીચે મુજબની સુચનાઓ જાહેર કરી છે. જેમાં એકસપર્ટ કમીટી દ્વારા વિસ્તૃત રિપોર્ટની પરિસ્થિતિઓ સાથે ઉજજૈન સ્માર્ટ સિટી લિમિટેડ દ્વારા તૈયાર પ્રોજેકટ રીપોર્ટનો પણ સમાવેશ થાય છે.
જેમાં શિવલિંગને સ્પર્શવુ ન જોઇએ. કોઇપણ ભકતને શિવલિંગને સ્પર્શવાની મંજુરી નથી. દહી, ઘી અને મધથી ધરાવાનું પણ બંધ કરી દેવુ જોઇએ. અને માત્ર શુધ્ધ દુધ જ શિવલિંગને અર્પિત કરવામાં આવે. તે પણ યોગ્ય માત્રામાં જ દુધ અર્પણ કરવામાં આવે.

જો કોઇ પુજારી અથવા પુરોહિત દ્વારા આ નિયમોનું ઉલંઘન કરવામાં આવે તો તેની સામે મંદિર સમિતિ કડક કાર્યવાહી કરે. મંદિર સમિતી પોતાના ખુદના સંશાધનો અને શુધ્ધ દુધ ઉપલબ્ધ કરશે. મંદિર સમિતિ તે નકકી કરશે કે ભસ્મ, આરતી દરમ્યાન ભસ્મનું પીએચ માનક સુધારવામાં આવે અને શિવલીંગને આગળ કાટ લાગતા બચાવે. શિવલિંગને યાંત્રિક ઘર્ષણથી બચાવવા માટે ગોળ માળા અને સર્પકર્ણોના વજનને ઓછો કરવામાં આવે. ઈઇછણ રૂકડીએ છ મહિનાની અંદર સંરચનાત્મક સ્થિરતા અંગે એક પરિયોજના રિપોર્ટ રજુ કરવાનો આદેશ અપાયો હતો.

અદાલતે કેન્દ્ર સરકારને CBRZ ને આવશ્યકતા અનુસાર 41.30 લાખ રૂપિયા ચુકવવા આદેશ અપાયો હતો. મંદિર પરિસરના ક્ષેત્રના 500 મીટરની અંદર તમામ અતિક્રમણને પણ 15 ડિસેમ્બર 2020 સુધી હટાવવાનો આદેશ અપાયો છે. ઉચ્ચ અદાલતે ઉજજૈનના મહાકાલેશ્વર મંદિરમાં અનુષ્ઠાનોમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ પ્રાચીન મંદિરમાં જયોતિલીંગની રક્ષા મુદે ઉચ્ચ અદાલતે એક વિશેષજ્ઞોની રચના કરી અને જયોતિલીંગના સર્વેક્ષણ અને વિશ્ર્લેષણ માટે સમીતિ તૈયાર કરી એક રીપોર્ટ તૈયાર કરી અને કહયુ કે જે દરથી આકારમાં ઘટાડો થાય છે. તેને રોકવાનો ઉપાય શોધવામાં આવે.


Related News

Loading...
Advertisement