આજથી વધુ એક દંડ ભરવા તૈયાર રહેજો : માસ્ક બાદ ફરી હેલ્મેટ ભંગના કેસો શરૂ થશે, રાજ્યમાં ખાસ 'ડ્રાઈવ'નું આયોજન

09 September 2020 12:45 AM
Gujarat
  • આજથી વધુ એક દંડ ભરવા તૈયાર રહેજો : માસ્ક બાદ ફરી હેલ્મેટ ભંગના કેસો શરૂ થશે, રાજ્યમાં ખાસ 'ડ્રાઈવ'નું આયોજન
  • આજથી વધુ એક દંડ ભરવા તૈયાર રહેજો : માસ્ક બાદ ફરી હેલ્મેટ ભંગના કેસો શરૂ થશે, રાજ્યમાં ખાસ 'ડ્રાઈવ'નું આયોજન
  • આજથી વધુ એક દંડ ભરવા તૈયાર રહેજો : માસ્ક બાદ ફરી હેલ્મેટ ભંગના કેસો શરૂ થશે, રાજ્યમાં ખાસ 'ડ્રાઈવ'નું આયોજન

૯ સપ્ટેમ્બર થી ૨૦ સપ્ટેમ્બર રાજ્યમાં હેલ્મેટ ભંગના 'વધુમાં વધુ' કેસ કરવા તમામ પોલીસ કમિશનર / અધિક્ષકને સૂચના અપાઇ

ગાંધીનગર : ૭ સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી દ્વારા રોડ સેફ્ટી અંગે કામગીરી ની સમીક્ષા બેઠક રાખવામાં આવેલ જેમાં અલગ અલગ રાજ્યમાં બનતા રોડ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહિ પહેરવાના કારણે અકસ્માતમાં મૃત્યુદર તેમજ ગંભીર ઇજાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
તેને અનુલક્ષીને ગઇકાલે ૮ સપ્ટેમ્બરના રોજ રાજ્ય પોલીસ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રોડ અકસ્માતોનો ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનની યોગ્ય અમલવારી કરાવવા હેલ્મેટ ભંગના કેસ વધુમાં વધુ કરવામાં આવે તેવી સૂચના રાજ્યના તમામ પોલીસ કમિશ્નર અને પોલીસ અધિક્ષકને કરવામાં આવી છે.
આજે ૯ સપ્ટેમ્બર થી ૨૦ સપ્ટેમ્બર સુધી હેલ્મેટ ભંગના કેસો માટે સ્પેશ્યલ ડ્રાઈવ રાખવાનો આદેશ રાજ્ય પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે.
૯ સપ્ટેમ્બર થી ૨૦ સપ્ટેમ્બર હેલ્મેટ ભંગના વધુમાં વધુ કેસ કરવા અને શહેર / જિલ્લા પોલીસે દરરોજ સવારે ૮ વાગ્યે કામગીરી નો ઈમેલ ડીજી ઓફિસે કરવાનો રહેશે.
હજુ માસ્ક ના દંડ ભરીને ઊભા થયેલ લોકોને હેલ્મેટ વગર નીકળ્યા તો રૂ.૫૦૦ નો હેલ્મેટ દંડ ભરવા તૈયાર રહેવું પડશે.
અને માસ્ક અને હેલ્મેટ હશે તો તમે સલામત છો.


Related News

Loading...
Advertisement