1975માં અરુણાચલ સીમા પર ચીને ગેરીલા હુમલો કર્યો હતો

08 September 2020 03:42 PM
Woman
  • 1975માં અરુણાચલ સીમા પર ચીને ગેરીલા હુમલો કર્યો હતો

ચીનની નીતિ રહી છે વિવાદીત પ્રદેશનો મુદો લટકતો રાખો; નવા વિવાદ ઉભા કરો: અમેરિકા: તે અગાઉ 1967માં સિકકીમ સરહદ પરની અથડામણમાં ભારતના 80 સૈનિકો શહીદ થયા: ચીનને 400ની ખુવારી સહન કરવી પડી હતી: ઓકટો 1975માં ચીનની સૈનિકોએ ભારતીય સીમામાં 500 મીટર ઘૂસી ગેરીલ્લા હુમલાથી ચાર ભારતીય સૈનિકોને નિશાન બનાવ્યા હતા

નવી દિલ્હી: ભારત અને ચીનના દળો વચ્ચે રાત્રીના લદાખ સીમા પર જે ફાયરીંગ થયું તે હવે બન્ને દેશો વચ્ચે પ્રથમ વખત સશસ્ત્ર દળો ગોઠવાયા તેનું પરિણામ છે. ભારત અને ચીન વચ્ચેની સમજુતી મુજબ લદાખ સીમા જેને ચીન વિવાદાસ્પદ પ્રદેશ ગણે છે ત્યાં બન્ને દેશોના પેટ્રોલીંગ દળો કોઈ હથિયાર વગર જ તેનાત થશે જેથી સશસ્ત્ર અથડામણનો ભય રહે નહી પણ છેલ્લા ત્રણ માસમાં આ ક્ષેત્રમાં જે રીતે ચીને સતત ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે અને છેલ્લે ભારતને 20 સૈનિકોની શહાદત વહોરવી પડી તે પછી ભારતે અહી સશસ્ત્ર દળો તેનાત કર્યા છે. 1967માં બન્ને દેશોના સૈનિકો વચ્ચે સિકકીમ સરહદ પર ગોળીબાર થયા હતા.

1962ના ભારત-ચીન યુદ્ધના ફકત પાંચ જ વર્ષમાં આ સરહદ પર બન્ને દળો વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ જેમાં ભારતના 80 સૈનિકો શહીદ થયા અને ચીનને 400 સૈનિકોની ખુવારી સહન કરવી પડી હતી. જોકે ચીન કદી તેના સૈનિકોની ખુવારી જાહેરમાં સ્વીકારતું નથી પણ તેના આઠ વર્ષ બાદ અરુણાચલ સરહદ પર ચીનના સૈનિકોએ તુલુંગ-લા-માં આસામ રાઈફલના જવાનો પર ઘાત લગાવીને હુમલો કરતા ભારતના ચાર સૈનિકો શહીદ થયા હતા.

1967ની એ અથડામણ ઘાતક હતી. ચીન અને રાજદૂત રહી ચૂકેલા અને પુર્વ વિદેશ સચિવ નિરૂપમા રાવ એ કહ્યું કે 1967ની એ અથડામણ બાદ 1975નો એ હુમલો પીડા જેવો બની રહ્યો હતો. 20 ઓકટો 1975ના ચાઈનીઝ સૈનિકોએ લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પાર કરીને ગેરીલ્લા ટાઈપનો હુમલો કર્યો હતો અને પરત ચાલ્યા ગયા હતા અને ભારતીય સૈનિકોની મૃતદેહ પણ 28 ઓકટોના પરત કર્યા હતા.

અમેરિકી દૂતાવાસના વોશિંગ્ટન મોકલાયેલા કેબલમાં પણ જણાવાયું હતું કે ચાઈનીઝ સૈનિકો ભારતીય પ્રદેશમાં 500 મીટર અંદર ઘૂસી આવ્યા હતા.
જે પ્રદેશ તુલંગ-લા તરીકે ઓળખવામાં આવ્યા છે. ભારતીય સરહદ ઓળંગવા તેઓએ પત્થરની એક દિવાલ પણ તોડી પાડી હતી અને ભારતીય દળો પર સેંકડો રાઉન્ડ ગોળીબાર પણ કર્યા હતો. કુલ છ સૈનિકોનો ઘાત લગાવીને હુમલો હતો. ચાર આગળ ધપ્યા હતા. બે સૈનિકો તેમને બેકઅપ કરતા હતા અને ભારતીય ટુકડી સામાન્ય પેટ્રોલીંગમાં હતી. અમેરિકી કેબલ કહે છે કે ચીનની આ નીતિ છે વિવાદીત પ્રદેશો યથાવત જ રહેવા દો અને નવા વિવાદ ઉભા કરો અને તેઓ ભારત સાથે આ નીતિ અમલી બનાવી રહ્યું છે.


Related News

Loading...
Advertisement