શુક્ર ગ્રહનો કર્ક રાશિમાં પ્રવેશ : ફળકથન

08 September 2020 12:14 PM
Dharmik
  • શુક્ર ગ્રહનો કર્ક રાશિમાં પ્રવેશ : ફળકથન

રાજકોટ,તા. 8
દૈત્યોના ગુરુ શુક્ર, ચંદ્રની રાશિ કર્કમાં 1લી સપ્ટેમ્બરના મધ્યરાત્રી બે વાગીનેબે મિનિટે પ્રવેશ થયો. શુક્ર 27 સપ્ટે.ની મધ્યરાત્રી સુધી રહેશે. શુક્રની બે રાશિઓ છે.વૃષભ અને તુલા. પૂર્વ ફાલ્ગુની, ભરણી અને પૂર્વાષાઢા તેના નક્ષત્રો છે.

ભૃગુ ઋષિ તેના પિતા છે. તેની બે પત્નીઓ છે. પિતરોની પુત્રી ગો અને દેવરાજ ઇંદ્રની પુત્રી જયંતી. પોતાના શત્રુ દેવગુરુ બૃહસ્પતિની મીન રાશિમાં જઇને, શુક્ર સર્વાધિક બળ પ્રાપ્ત કરે છે.

કન્યારાશિ તેની સૌથી વધુ કમજોર રાશિ માનવામાં આવે છે. તેની મિત્રતા બુધ, રાહુ અને શનિથી છે. આ માલાવ્ય મહાપુરુષ રાજયોગ બનાવે છે. વિંશોંતરી દશામાં તેને સૌથી વધારે સમય વીસ વર્ષ આપવામાં આવેલ છે. આ વૃષભ, મિથુન, ક્ધયા, તુલા, મકર અને કુંભ લગ્નના જાતકોને ઘણું સારું ફળ આપે છે.

દેવરાજ ઇંદ્રને તેને અધિક દેવતા માનવામાં આવે છે. મૃતક સંજીવની વિદ્યા તેમને ખુદ ભગવાન શિવજીએ પ્રદાન કરી છે. કન્યાતુલા, મકર અને કુંભ રાશિના જાતકોને કર્ક રાશિના શુક્રના કારણે સાવધાન રહેવું પડશે. અહીં બધી રાશિઓ પર શુક્રના રાશિ પરિવર્તનનો પ્રભાવ કેવો રહેશે તે પ્રસ્તુત છે.
મેષ : બુઝુર્ગોની તબીયતમાં સુધારો, મિત્રોને મળવાથી આનંદ થાય.

વૃષભ : ધનમાં વૃધ્ધિ, કોઇ ઉપકરણ વગેરે ઉપહારમાં મળી શકે, યાત્રાથી લાભ, જમીન-મકાનના પ્રશ્ર્નો ઉકેલાય.
મિથુન : અનાયાસ ધનપ્રાપ્તિ, પરિજનોની તબીયત સારી રહે.
કર્ક : સાંસારિક સુખમાં વૃધ્ધિ, ધન પ્રાપ્તિ
સિંહ : રોકાયેલા નાણા પાછા મળે, યાત્રાથી લાભ
કન્યા: ભયનો અનુભવ, ઉધાર આપનારાને ચિંતા
તુલા : આળસથી બચવું, કલહ થઇ શકે, નકારાત્મકતાથી બચવું.
વૃિશ્ર્વિક : સુખમાં વધારો, યાત્રાથી ધનલાભ, પ્રેમસંબંધ મધુર
ધન : અચાનક સંપત્તિ મળે, ઉધારમાં આપેલું ધન પાછું મળે.
મકર : સહયોગીના કારણે તનાવ થઇ શકે.
કુંભ : અચાનક સંકટનો યોગ, જીવિકાને લઇને ચિંતા
મીન : સંતાન સુખમાં વૃધ્ધિ, ઉચ્ચ શિક્ષણમાં પ્રગતિ


Related News

Loading...
Advertisement