શેરબજારમાં ટુંકી વધઘટે તેજીનો ઝોક: સેન્સેકસ 139 પોઈન્ટ વધ્યો

07 September 2020 07:28 PM
Business
  • શેરબજારમાં ટુંકી વધઘટે તેજીનો ઝોક: સેન્સેકસ 139 પોઈન્ટ વધ્યો

રાજકોટ તા.7
મુંબઈ શેરબજારમાં આજે બેતરફી વધઘટે તેજીનો ઝોક રહ્યો હતો. સેન્સેકસમાં 139 પોઈન્ટનો સુધારો હતો.
શેરબજારમાં આજે માનસ સાવચેતીનું હતું. ક્રુડતેલના ભાવ ઘટયાની સારી અસર હતી છતાં ભારતમાં વધતા કેસો તથા અર્થતંત્ર સંબંધી અહેવાલોની સાવચેતી હતી. સંસ્થાઓની ખરીદી પણ ઓછી થયાની અસર વર્તાઈ હતી.
શેરબજારમાં આજે પસંદગીના શેરોમાં લેવાલી હતી. એચડીએફસી લાઈફ, ડો. રેડ્ડી, આઈટીસી, બજાજ ઓટો, એચડીએફસી, હિન્દ લીવર, ઈન્ફોસીસ, આઈટીસી, મારૂતી, નેસલે, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટીસીએસ ઉંચકાયા હતા. મહીન્દ્ર, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, ગેઈલ, ભારતી એરટેલ, કોટક બેંક, લાર્સનમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 139 પોઈન્ટ ઉંચકાઈને 38496 હતો તે ઉંચામાં 38516 તથા નીચામાં 38060 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 41 પોઈન્ટ વધીને 11375 હતો.


Related News

Loading...
Advertisement