વિજ્ઞાનની આંખે બ્રહ્માંડનો અદભુત નજારો

07 September 2020 05:55 PM
India Technology
  • વિજ્ઞાનની આંખે બ્રહ્માંડનો અદભુત નજારો
  • વિજ્ઞાનની આંખે બ્રહ્માંડનો અદભુત નજારો

નાસાએ શક્તિશાળી એકસ-રે દૂરબીન ચંદ્રા એકસ-રે ઓબ્ઝર્વેટરી દ્વારા ખેંચાયેલી બ્રહ્માંડની તસ્વીરો જાહેર કરી

નરી આંખે માણસ જે નથી જોઈ શકતો તે દૂરબીનની આંખે જોઈ શકે છે. આપણા ચર્મ ચક્ષુની જયાં સીમા આવી જાય છે ત્યાં વિજ્ઞાનના વરદાનરૂપ ટેલીસ્કોપની આંખો બ્રહ્માંડની એવી દુનિયા ખોળે છે જયાં નરી આંખે નથી જોઈ શકાતું.

અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાએ બ્રહ્માંડની કેટલીક આશ્ચર્યજનક અને અભૂતપૂર્વ તસ્વીરો જાહેર કરી છે. જેમાં આકાશ ગંગાઓ, સુપર નોવાના અવશેષ, તારાઓ, પ્લેનેટરી નેબ્યુલાઝ (ગ્રહીય નિહારિકાઓ) સામેલ છે. જેની તસ્વીરો દુનિયાના શક્તિશાળી એકસ-રે દૂરબીન ‘ચંદ્રા એકસ-રે ઓબ્ઝર્વેટરી’થી ખેંચવામાં આવી છે.

આ ઓબ્ઝર્વેટરી (વેધશાળા) 23 જુલાઈ 1999માં અવકાશમાં પ્રક્ષેપિત કરાઈ હતી. તેનું નામકરણ ભારતીય મૂળના અમેરિકી ભૌતિક વિજ્ઞાની સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખરના સન્માનમાં અપાયું હતું કે જેઓ સફેદ તારાના અધિકતમ દ્રવ્યમાન નકકી કરનાર તરીકે જાણીતા છે.

આ ઓબ્ઝર્વેટરી વિજ્ઞાનીઓને વિભિન્ન ઉચ્ચ ઉર્જાવાળા ક્ષેત્રોની એકસ-રે ઈમેજ ખેંચવામાં મદદ કરે છે. કોસ્મિક વર્લ્ડ (બ્રહ્માંડની દુનિયા)માં આ એકસ-રે ત્યારે બને છે જયારે કોઈ પદાર્થ લાખો ડિગ્રી સુધી ગરમ થાય છે. તેનું ઉત્સર્જન બ્લેક હોલ્સ, ન્યુટ્રોન સ્ટાર અને સુપર નોવાના અવશેષથી બને છે.


Related News

Loading...
Advertisement