ફેસબુકનો ફેસ ઓફ : નવી એપથી લોકપ્રિયતા ઘટી

07 September 2020 05:32 PM
India Technology
  • ફેસબુકનો ફેસ ઓફ : નવી એપથી લોકપ્રિયતા ઘટી

યુઝર્સનો ડેટા બીજાને વેચવો, રાજનીતિક હસ્તક્ષેપ, બોગસ ખાતાની ભરમાર જેવા અનેક કારણે ફેસબુકને નુકસાન

નવી દિલ્હી તા. 7
દેશ અને દુનિયામાં નવી એપના કારણે ફેસબુકની મોનોપોલી તુટી છે અને તેની લોકપ્રિયતામાં છેલ્લા ત્રણ વર્ષમાં સતત ઘટાડો થયો છે.સ ઓડિયો તેમજ વીડિયો શેરીંગ, સોશિયલ મેસેજીંગ અને ક્ષેત્રીય ભાષાઓની એપે ફેસબુકના યુઝર્સમાં મોટું ગાબડું પાડયું છે. જેના પગલે ફેસબુકની લોકપ્રિયતામાં મોટો ઘટાડો થયો છે.

અહેવાલો મુજબ યુઝર્સનો ડેટા બીજાને વેચવા, રાજનીતિક હસ્તક્ષેપ, બોગસ ખાતાઓનીભરમાર જેવા કારણોથી યુવાનો સોશિયલ મીડિયાથી દુરી બનાવવા લાગ્યા છે. 9 ટકા લોકો જ ફેસબુકને ભરોસાલાયક માને છે. ફેસબુકની શરૂઆત વાળા અમેરિકામાં જ બે વર્ષમાં 1.5 કરોડથી વધારે યુઝર્સે ફેસબુકને અલવિદા કરી દીધું છે. આ ઘટાડો 12 થી 34 વર્ષના યુવાનોમાં આવી છે. ભારતમાં પણ યુવાનો મનોરંજનની સાથે કમાણી કમાવતી એપ વધુ પસંદ કરે છે.

ફેસબુકનો ભરોસો ઘટયા તેના આંકડા જોઇએ તો પ7 ટકા અમેરિકનોનું માનવુ છે કે ફેસબુક નુકસાનકારક છે. 69 ટકાએ માન્યું કે કંપની પાસે જરૂરથી વધુ શક્રિય છે. જયારે 40 ટકા યુઝર્સ 1 થી 3 વાર જ ફેસબુકની સાઇટ ખોલે છે. અગાઉ આ સંખ્યા 3 થી 6 હતી.

ભારતીય એપનો પાંચ ગણો ઉપયોગ વધ્યો
ફેસબુકની તુલનામાં ભારતીય એપનો ઉપયોગ પાંચ ગણો વધ્યો છે. જેમાં 15 ભાષામાં કનટેન્ટ આપનારી શેરચેટ એપના 1પ કરોડ યુઝર્સ થઇ ગયા છે. અને તેના 6 કરોડ એકિટવ યુઝર્સ છે. આ એપે છેલ્લા આઠ મહિનામાં ત્રણ કરોડ યુઝર્સને જોડયા છે.

જયારે વીડિયો શેરીંગ એપ રોપોસોના યુઝર્સ આ વર્ષે બે ગણા થઇને 8.5 કરોડ સુધી પહોંચી ગયા છે.સ 15 ભાષાઓમાં ઉપલબ્ધ આ એપે 3.5 કરોડથી વધુ યુઝર્સ છેલ્લા 6 મહિનામાં જોડાયા છે. જયારે વીડિયો શેરીંગ એપ ચિંગારીના યુઝર્સ 2.5 કરોડ પાર કરી ગયા છે. 10 થી વધુ ભાષામાં ઉપલબ્ધ આ એપે 3.5 કરોડથી વધુ યુઝર્સ છેલ્લા 6 મહિનામાં જોડયા છે.

આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામનો વિકલ્પ ટ્રેલ બન્યું છે. તો ટ્વીટરને હંફાવી રહી છે કૂ ન્યુઝ એપ.


Related News

Loading...
Advertisement