શેરબજારમાં વોલ્યુમ તળીયે: ઈન્વેસ્ટરો-બ્રોકરોમાં ધુંધવાટ: માર્જીન નિયમો પાછા ખેંચો

05 September 2020 07:15 PM
Business
  • શેરબજારમાં વોલ્યુમ તળીયે: ઈન્વેસ્ટરો-બ્રોકરોમાં ધુંધવાટ: માર્જીન નિયમો પાછા ખેંચો

રાજકોટ તા.5
શેરબજારમાં કેશ માર્કેટમાં પણ સેબીએ લાદેલા માર્જીન નિયમોના તીવ્ર પ્રત્યાઘાતો છે. વોલ્યુમ તળીયે પહોંચ્યું છે. નાના બ્રોકરોને ભારે મુશ્કેલી સર્જાઈ છે. ઈન્વેસ્ટરોમાં પણ ધુંધવાટ છે ત્યારે સેબીએ પુર્નવિચારણા કરવી જોઈએ.તાજેતરમાં એટલે કે 1/9/2020 થી સેબી દ્વારા શેર ખરીદી- વેચાણ માટે નવા નિયમો અમલમાં લવાતા ખૂબ જ મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે.કેશ સેગ્મેન્ટમાં પણ માર્જીન લાદવામાં આવતા બ્રોકરોનો ધંધો ખૂબ જ ઘટી ગયો છે. ઉપરાંત શેર્સ પ્લેજ કરવા માટે તેમજ શેર્સ અનપ્લેજ કરવા માટે પણ તકલીફો થઈ રહી છે. ડિપોઝીટનો સ્ટાફ એટલે કે સી.ડી.એસ.એલ. અને એન.એસ.ડી.એલ. નો સ્ટાફ પણ વર્ક ફોમ હોમ કરી રહ્યો હોય શેર્સ પ્લેજ અનપ્લેજ થવામાં મોડુ થઈ રહ્યું છે. આના કારણે સેટલમેન્ટ મોડા થઈ રહ્યા છે. બ્રોકરો/ઈન્વેસ્ટરોને સીકયુરીટી સેટલમેન્ટ તથા કેશ સેટલમેન્ટમાં પારાવાર મુશ્કેલી થઈ રહી છે.નવી સીસ્ટમથી ઈન્વેસ્ટરો નારાજ છે અને નવી સીસ્ટમમાં આવતા ઈન્વેસ્ટરોને બ્રોકરોને સમય લાગશે. હાલ તો બજારથી ઈન્વેસ્ટરો અળગા થઈ રહ્યા છે. બ્રોકરોના વોલ્યુમમાં ખૂબ જ ઘટાડો થયો છે. આના કારણે એક્ષચેન્જ ને ટર્નઓવરની આવક ઘટી ગઈ છે. જયારે કેન્દ્ર સરકારને એસ.ટી.ટી.ની આવકમાં પણ મોટો ઘટાડો થશે. ખાસ કરીને ઈન્વેસ્ટરો બી.ટી.એસ.ટી. પણ નહી કરી કે અગાઉ જે આર્બીટ્રેજ થતુ હતું તે પણ બંધ થઈ જતા હવે બ્રોકરોની આવકમાં ઘટાડો થશે તેમજ ઈન્વેસ્ટરોને પણ સોદો કરવામાં તકલીફ પડશે. તેમ શ્રી અગ્રણી શેરબ્રોકર પરેશભાઈ વાઘાણીએ જણાવાયુ છે.


Related News

Loading...
Advertisement