નવા ટાઈમટેબલમાં 500 ટ્રેન, 10000 સ્ટોપ બંધ કરાશે

03 September 2020 04:49 PM
India Travel
  • નવા ટાઈમટેબલમાં 500 ટ્રેન, 10000 સ્ટોપ બંધ કરાશે

મુખ્ય શહેર આવતું ન હોય તો 200 કી.મી. સુધી કોઈ સ્ટોપ નહીં: 50%થી ઓછા મુસાફરોવાળી ટ્રેનો બંધ કરાશે : 10 લાખની વસ્તીવાળા શહેરને હબ ગણી ત્યાં લાંબા અંતરની ટ્રેનો ટર્મિનેટ કરાશે

નવી દિલ્હી તા.3
કોરોના મહામારી પુરી થયા પછી ટ્રેન સેવા રાબેતા મુજબ બને ત્યારે 500 જેટલી નિયમિત ટ્રેનો અને 10000 સ્ટોપ બંધ કરવામાં આવશે.નવા ગીરો બેઝડ ટાઈમટેબલ દ્વારા રેલવે તેની વાર્ષિક કમાણીમાં 1500 કરોડનો વધારો કરવા આશા રાખે છે. ભાડા અથવા અન્ય ચાર્જીસ વધાર્યા વગર આ વધારાની કમાણી આવશે. ટાઈમટેબલની એ આડપેદાશ હશે.

નવા ટાઈમટેબલમાં વધુ સ્પીડે વિશેષ કોરિડોરમાં 15% વધુ માલગાડીઓ દોડાવવા વ્યવસ્થા કરાશે. મુસાફર ટ્રેનોની સરેરાશ સ્પીડ 10% વધશે.લોકડાઉન દરમિયાન નવેસરથી કામગીરી સુધારવા આઈઆઈટી, મુંબઈના સહયોગથી કામ શરુ થયું હતું.

પ્રાપ્ય સંસાધનોનો મહતમ ઉપયોગ થાય એ ઉદેશથી દરેક ટ્રેન અને સ્ટોપથી સમીક્ષા કરાઈ હતી. ટાઈમટેબલની વિગતો પ્રાપ્ય નથી પણ આવો નિર્ણય લેવા માટે કેટલાક સિદ્ધાંતો તૈયાર કરાયા હતા.
વર્ષમાં સરેરાશ 50% થી ઓછ ઓકયુપન્સી હોઈ તેવી ટ્રેનો બંધ કરાશે. જરૂર જણાશે તો આવી ટ્રેનો અન્ય પોપ્યુલર ટ્રેનમાં મર્જ કરાશે.

લાંબા અંતરની ટ્રેનોમાં એકબીજા સ્ટેશનો વચ્ચે 200 કીમીમાં સ્ટોપ નહીં હોય. અલબત, આ અંતરમાં મુખ્ય શહેર આવતું હોય તો વાત જુદી છે. રેલ્વે નેટવર્કમાં હાલ સમાવિષ્ટ 15000 સ્ટોપ બંધ કરવામાં આવશે. જો કે આ નિર્ણય અમુક ટ્રેનોને જ લાગુ પડશે. એક અથવા બીજી ટ્રેન આ સ્ટેશનોએ થોભશે.
તમામ મુસાફર ટ્રેનો ‘હબ એન્ડ સ્પોક મોડેલ’ પર દોડશે.

દસ લાખથી વધુ વસ્તીવાળા શહેરો ‘હબ’ ગણાશે જયાં લાંબા અંતરની ટ્રેનો ટર્મીનેટ થશે. નાના શહેરોને કનેકટીંગ ટ્રેન દ્વારા હબ સાથે જોડવામાં આવશે. અલબત, મુખ્ય ટુરીસ્ટ ડેસ્ટીનેશન- પર્યટન સ્થળો અને યાત્રાધામોને હબ ગણવામાં આવશે.નવા ટાઈમ ટેબલથી મુંબઈ લોકલ જેવી પરાની ટ્રેનોને અસર નહીં થાય.

ટ્રેનોમાં 22 લિંક હોફમેન બુલ (એલએચબી) કોચ અથવા 24 ઈન્ટીગુલ કોચ ફેકટરી (આઈસીએફ) કોચ હશે, ટાઈમટેબલમાં 18 ઓવરનાઈટ ટ્રેનોનો ઉપોગ કરવાનો પ્રસ્તાવ છે. નવુ ટાઈમટેબલ આગામી વર્ષની શરુઆતમાં જાહેર થશે. કોરોનાની સ્થિતિના આધારે સામાન્ય ટ્રેન સેવા શરુ કરવા નિર્ણય લેવાશે.


Related News

Loading...
Advertisement