મોડી રાત સુધી ટીવી, મોબાઈલ, લેપટોપની આદત પિતા બનવાની ક્ષમતા છીનવી લેશે

31 August 2020 03:45 PM
Health India
  • મોડી રાત સુધી ટીવી, મોબાઈલ, લેપટોપની આદત પિતા બનવાની ક્ષમતા છીનવી લેશે

ઈઝરાયેલના સંશોધકોનો સનસનીખેજ ખુલાસો: સ્કીમમાંથી નીકળતો પ્રકાશ શુક્રાણુઓની ક્ષમતા-ગુણવતા પર અસર કરે છે: સંશોધનમાં દાવો

તેલઅવિવ તા.31
શું તમને મોડી રાત સુધી ટીવી, મોબાઈલ, લેપટોપ જોવાની ટેવ છે? તો સાવધાન, આપની પિતા બનવાની મતાને જોખમ ઉભું થઈ શકે છે, કારણ કે સ્ક્રીનમાંથી નીકળતો નીલો પ્રકાશ શુક્રાણુઓના ઉત્પાદન અને તેની પર અસર કરી શકે છે.

આવો સનસનાટીપૂર્ણ દાવો ઈઝરાયેલમાં થયેલા એક નવા સંશોધનમાં થયો છે. આ દાવા મુજબ રાત્રે ટીવી જોવા, મોબાઈલ પર ગેમ રમવા કે લેપટોપ પર મિત્રો સાથે ચેટીંગ કરવાની આદત પિતા બનવાની ખુશી છીનવી શકે છે.

તેલઅવિવ સ્થિત અસુતા મેડીકલ સેન્ટરના સંશોધકોએ સ્લીવ એન્ડ ફેટીંગ સેન્ટર’માં નપુંસકતાનો ઈલાજ કરાવી રહેલા 21થી59 વર્ષના 116 પુરુષોના શુક્રાણુઓના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. દરેક પાસેથી ઈલેકટ્રોનીક ઉપકરણોના ઉપયોગ અને સૂવાની આદત સાથે જોડાયેલી પ્રશ્નાવલી ભરાવાઈ હતી. જેમાં સંશોધકોને જાણવા મળેલું કે સૂરજ આથમ્યા બાદ મોબાઈલ, ટીવી કે લેપટોપનો અધિક ઉપયોગ કરવાથી માત્ર શુક્રાણુઓના ઉત્પાદનમાં જ કમી નથી આવતી. બલ્કે તેની ગુણવતાને પણ અસર કરે છે. શુક્રાણુઓનું તરીને અંડાણુ સુધી પહોંચવામાં અને તેને આકર્ષિત કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે.


Related News

Loading...
Advertisement