વિમાનમાં મુસાફરોને નાસ્તો-ભોજન મળી રહેશે : સરકારે પ્રતિબંધ ઉઠાવ્યો

28 August 2020 02:32 PM
India Travel
  • વિમાનમાં મુસાફરોને નાસ્તો-ભોજન મળી રહેશે : સરકારે પ્રતિબંધ ઉઠાવ્યો

ડોમેસ્ટિક ફલાઈટમાં માત્ર નાસ્તો, પીણાં મળશે, પણ આંતરરાષ્ટ્રીયમાં ગરમાગરમ ભોજન

નવી દિલ્હી,તા. 28
સરકારે મહત્વના નિર્ણયમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઈટમાં ભોજન આપવા છૂટ આપી છે. લો-કોસ્ટ એરલાઈન્સ માટે ફલાઈટ દરમિયાન ખાદ્ય સામગ્રીનું વેચાણ પૂરક આયામો મહત્વનો સ્ત્રોત છે. 25 મેએ હવાઈ પરિવહન ફરી શરુ થયું ત્યારે વિમાનમાં કોરોના વાયરસ ન ફેલાય તે માટે ઇનફલાઈટસ પીણા- ભોજન પર પ્રતિબંધ મુકાતા નાની એરલાઈન્સની આવકનો એક રસ્તો બંધ થઇ ગયો છે.

ખાદ્યસામગ્રી પર પ્રતિબંધના કારણે ભારતની સૌથી મોટી એરલાઈન ઇન્ડીગોની પૂરક આવક એપ્રિલ-જૂન ગાળામાં 81.6 ટકા ઘટી હતી. નવા નિર્ણય મુજબ ડોમેસ્ટીક ફલાઈટમાં પેક્ડ્ સ્નેક અને પીણાની છુટ અપાઈ છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનમાં ગરમાગરમ ભોજન અને લિકર આપી શકાશે. હાલમાં ફસાઈ ગયેલા લોકોને પાછા લાવવા એરલાઈનના ફલાઈટનું સંચાલન કરી રહી છે એ ઉપરાંત ખાનગી ચાર્ટર્સનું પણ સંચાલન થઇ રહ્યું છે.

સરકારે ઓનબોર્ડ મીલ ડિસપોઝેબલ ટ્રેમાં આપવા જણાવ્યું છે. ટેબલ અને કટલરી પહેલેથી જ રાખી દેવાશે. અને કેબિન ક્રૂને ઓનબોર્ડ સર્વિસ આપવા દેવાશે નહીં.ભોજન આપવા ક્રૂ તથા ગ્લોવ્સ પહેરશે. કેબિન ક્રૂ આલ્કોહોલ રેડી આપવાનું કામ નહીં કરી શકે.


Related News

Loading...
Advertisement