તા. 1થી ઘરેલુ તથા આંતરરાષ્ટ્રીય વિમાની ટીકીટના દર વધશે

21 August 2020 02:38 PM
India Travel
  • તા. 1થી ઘરેલુ તથા આંતરરાષ્ટ્રીય વિમાની ટીકીટના દર વધશે

નવી દિલ્હી,તા. 21
દેશમાં ઘરેલુ વિમાની સેવાઓ ધીમે ધીમે સ્થાપિત થઇ રહી તે સમયે આગામી મહિનાથી ડોમેસ્ટીક ઉડાનના ટીકીટના ભાવમાં થોડો વધારે થશે તે નિશ્ચિત છે. સિવિલ એવીએશન વિભાગે સિક્યોરીટી ફીમાં વધારો કરવા નિર્ણય લીધો છે.

જેના કારણે સ્થાનિક સ્તરે ટીકીટ રૂા. 150થી 160 મોંઘી થશે જ્યારે આંતરરાષ્ટ્રીય ઉડાનમાં રૂા. 300 જેટલો ફરક પડશે. આંતરરાષ્ટ્રીય ઉડાન અંદાજે 5 ડોલર મોંઘી કરવા નિર્ણય લીધો છે.

કોરોના સંક્રમણ સહિતના કારણે એરપોર્ટમાં સિક્યોરીટી વ્યવસ્થા વધુ મહત્વ ધરાવે છે. ખાસ કરીને મુસાફરોની સ્વાસ્થ્યની ચકાસણી માટે ખાસ ટીમ તૈનાત કરવી પડી છે અને તેથી તેમનો ખર્ચો હવે મુસાફરો પર આવી જશે.


Related News

Loading...
Advertisement