રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે ખૂની ખેલ ખેલાય તે પહેલાં લોડેડ પીસ્ટલો, છરી જેવા હથિયારો સાથે બે ઝડપાયાં

12 August 2020 06:48 PM
Rajkot
  • રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે ખૂની ખેલ ખેલાય તે પહેલાં લોડેડ પીસ્ટલો, છરી જેવા હથિયારો સાથે બે ઝડપાયાં
  • રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે ખૂની ખેલ ખેલાય તે પહેલાં લોડેડ પીસ્ટલો, છરી જેવા હથિયારો સાથે બે ઝડપાયાં
  • રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે ખૂની ખેલ ખેલાય તે પહેલાં લોડેડ પીસ્ટલો, છરી જેવા હથિયારો સાથે બે ઝડપાયાં
  • રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે ખૂની ખેલ ખેલાય તે પહેલાં લોડેડ પીસ્ટલો, છરી જેવા હથિયારો સાથે બે ઝડપાયાં
  • રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે ખૂની ખેલ ખેલાય તે પહેલાં લોડેડ પીસ્ટલો, છરી જેવા હથિયારો સાથે બે ઝડપાયાં

જૂની અદાવતમાં રાજકોટનો ઈશાન જોશી અને પોરબંદરનો ભીમા ગરેજાએ નવલનગરમાં રહેતા દિગુભા માંજરીયાની હત્યા કરવા કાવતરું રચ્યું હતું

રાજકોટઃ
રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે ખૂની ખેલ ખેલાય તે પહેલાં જ ગ્રામ્ય એસઓજીએ લોડેડ પીસ્ટલો, છરી જેવા હથિયારો સાથે બે હિસ્ટ્રીશીટર આરોપીઓને દબોચી લીધા છે. જૂની અદાવતમાં હત્યા કરવાનું કાવતરું રચી બન્ને આરોપી પુરી તૈયારીમાં નિકળા હતા. અને શહેરમાં પ્રવેશ કરે તે પહેલાં જ શાપર નજીકથી ઝડપી લઈ પોલીસે ખૂનના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું.

વિસ્તૃત વિગત મુજબ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ ગેરકાયદેસર હથિયાર રાખી ગુન્હાઓ આચરતા શખ્સો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે સુચનાઓ આપી હતી. જે અન્વયે એસ.ઓ.જી બ્રાંચ રાજકોટ ગ્રામ્યના પીઆઇ એ.આર.ગોહીલ તથા પીએસઆઇ એચ.ડી હિંગરોજા, એસ.ઓ.જી બ્રાંચના સ્ટાફ સાથે શાપરમાં શીતળા માતાજીના મંદિર બાજુમાં આવેલા પુલ પાસે પેટ્રોલિંગમાં હતા દરમિયાન પીઆઇને બાતમીરાહે હકીકત મળી હતી કે, રાજકોટનો કુખ્યાત ગુનેગાર ઇશાન જોષી તેના એક સાગરીત સાથે પોતાની બ્લેક કલરની ક્રુઝ ગાડી નં. જીજે-03સીઈ-0004 માં ખુન કરવાના ઇરાદે હથીયારો લઇ નીકળવાનો છે. અને પોરબંદર બાજુથી રાજકોટ તરફ જવાનો છે. જેને લઈ તમામ સ્ટાફ વોચમાં હતો. તે દરમ્યાન બ્લેક કલરની દુઝ ગાડી આવતા રોડ પર આડશ કરી રોકી ચેક કરતા ગાડીમાં બેં ઇસમો બેઠેલા હતા. જેમાં એક ઇશાન ભીખાભાઇ જોષી (ઉ.વ.૨૮, રહે. કાલાવાડ રોડ ક્રિસ્ટલ મોલ પાછળ ચીત્રકુટ મહાદેવના મંદિર પાસે ચીત્રકુટ એપાર્ટમેન્ટ સી -૨૦૪ મુળ વેરાવળ સોમનાથ) અને બીજો ભીમા ઉર્ફે ભીમડી વેજાભાઇ ગરેજા (ઉ.વ. ૩૬, રહે. અડવાણા તા.જી.પોરબંદર) હતો. બન્નેની અંગ ઝડતી લેતા પેન્ટના નેફામાંથી એક-એક લોડ કરેલી પીસ્ટલ એક કુલર પીસ્ટલ તથા જીવતા કાર્ટીઝ નંગ-૨૩ મળી આવ્યા હતા. કારની ઝડતી તપાસમાં આગળ ખાનામાંથી પીસ્ટલનું સીલ્વર કલરનું એક ખાલી મેગઝીન, બે સ્ટીલની પ્લાસ્ટીકના હાથાવાળી છરીઓ, એક પીતળનું હાથમાં પહેરવાનું અણીદાર પંચ તથા એક પ્લાસ્ટીક કોથળીમાં આશરે ૧૦૦ ગ્રામ લાલ મરચાની ભૂકી મળી આવી હતી. બન્ને આરોપીઓની પૂછપરછ કરતા પોતે જૂની અદાવતમાં નવલનગરના દિગુભા માંજરીયાની હત્યા કરવા નિકળા હોવાનું જણાવ્યું હતું. બંનેની ધરપકડ કરી શાપર - વેરાવળ પોલીસ મથક ખાતે હથિયાર ધારાનો ગુન્હો નોંધી વધુ તપાસ એસ.ઓ.જી.ના પીએસઆઇ એચ.ડી.હિંગરોજાએ હાથ ધરી છે. આરોપી ભીમા સાબરમતી જેલમાં હતો ત્યારે ત્યાંના સહ કેદી સાથે ઓળખ થયા બાદ બન્ને છૂટ્યા પછી લોકડાઉન દરમિયાન આ હથિયાર લાવ્યો હોવાનું ખુલ્યું છે.

ઘરે આવી ઝઘડો કરી કારના કાચ તોડી જનાર દિગુભાની હત્યા કરવાનું કાવતરું હતું

પોલીસે હથિયાર રાખી નીકળવા બાબતે પૂછપરછ કરતા આરોપી ઈશાનએ જણાવ્યું કે,ત્રણેક દિવસ પહેલા રાજકોટના નવલનગરમાં રહેતો દિગુભા માંજરીયા નામનો વ્યક્તિ પોતાના ઘરે આવી તેના ભાઈ વિશાલ જોશી સાથે ઝઘડો કરી ગયો હતો અને કારના કાચ તોડી નાખી, ગાળો ભાંડી હતી. જે બાબતે માલવીયા નગર પોલીસ મથકે ગુનો પણ નોંધાયો હતો. જેનો ખાર રાખી બદલો લેવાની ભાવના સાથે પોતે હથિયારો સાથે પોતાના સાગરીત ભીમા ઉર્ફે ભીમડી સાથે મળી દિગુભા માંજરીયાનુ ખુન કરવા નિકળા હતા.
….
આરોપીઓ પાસેથી મળી આવેલો મુદ્દામાલ

આરોપીઓ પાસેથી દેશી બનાવટની પીસ્ટલ નંગ -૨ જેની કિંમત રૂ .૨૦,૦૦૦, જીવતા કાર્ટીઝ-૨૩ જેની કિંમત રૂ.૧૧૫૦, બ્લેક કલરની સેવરોલેટ ક્રુઝ કાર જેની કિંમત.રૂ .૫,૦૦,૦૦૦, ખાલી મેગેજીન નંગ -૧ જેની કિ.રૂ .૫૦૦, બે સ્ટીલની જુની પ્લાસ્ટીકના હાથા વાળી છરીઓ, એક પીતળનુ હાથમાં પહેરવાનુ અણીદાર પંચ, પ્લાસ્ટીકની પારદર્શક કોથળીમાં આશરે ૧૦૦ ગ્રામ લાલ મરચાની ભૂકી, ૪ મોબાઇલ ફોન, રૂ.૧૪,૦૦૦ રોકડા મળી કુલ રૂ.૫,૬૧,૩૦૦ નો મુદામાલ કબ્જે કરવમાં આવ્યો હતો.
...
ભીમા ઉર્ફે ભીમડી પેરોલ જમ્પ કરી ફરાર હતો, બે ચિલ ઝડપના ગુનાનો ભેદ ઉકેલાયો

ઝડપાયેલો આરોપી ભીમા ઉર્ફે ભીમડીને ઉનામાં આચરેલા બળાત્કારના ગુનામાં 10 વર્ષની સજા મળી છે. અને તે સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યો હતો. દરમિયાન લગ્ન કરવાની અરજી કરી પેરોલ પર છૂટ્યો હતો. પેરોલ ઉપર છુટીને તેના મિત્ર સહ આરોપી લખમણ ગગુભાઇ ઓડેદરા (રહે.મુળ જુનાગઢ) સાથે મળીને બે ચીલ ઝડપ કરી હતી. જેમાં એક પોરબંદર જીલ્લાના ઉગનગર અને બીજી ચીલ ઝડપ જામનગરમાં કરી હતી. બન્ને ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસે કબ્જે કર્યા હતા. ભીમાનો ગુનાહિત ઇતિહાસ પણ મોટો છે તેની સામે ગોંડલ, બગવદર, જેતપુર, પોરબંદર વગેરે પોલીસ મથકના પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. અગાઉ ૨૫ જેટલી બાઈકની ઉઠાંતરી કરી હતી જેમાં ઝડપાયો હતો. જામનગરમાં ચીરીના ગુનામાં સજા પડી હતી. તેમજ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ૨૦૧૯ મોબાઈલ મળવાના પ્રકરણમાં પણ ભીમાનું નામ ખુલ્યું હતું.

આરોપી ઇશાન જોષી વિરુદ્ધ પણ યુનિવર્સિટી પોલીસ, આજી ડેમ પોલીસ, માલવીયા નગર પોલીસ અને ગોંડલમાં મારામારી, અપહરણ, જાનથી મારી નાખવાની ધમકી, હત્યાનો પ્રયાસ અને દારૂ હેરાફેરીના ગુના નોંધાયા છે.


Related News

Loading...
Advertisement