કર્ણાટકના ચિત્રદુર્ગમાં ચાલુ બસમાં આગ લાગી, 5 મુસાફર જીવતા ભુંજાયા, 27 ગંભીર રીતે ઘવાયા

12 August 2020 06:43 PM
India
  • કર્ણાટકના ચિત્રદુર્ગમાં ચાલુ બસમાં આગ લાગી, 5 મુસાફર જીવતા ભુંજાયા, 27 ગંભીર રીતે ઘવાયા
  • કર્ણાટકના ચિત્રદુર્ગમાં ચાલુ બસમાં આગ લાગી, 5 મુસાફર જીવતા ભુંજાયા, 27 ગંભીર રીતે ઘવાયા

ચિત્રદુર્ગ:
કર્ણાટકના ચિત્રદુર્ગ હાઇવે પર જઈ રહેલી ચાલુ બસમાં અચાનક જ ભીષણ આગ લાગતા 5 મુસાફરો જીવતા ભુંજાયા છે. જેમાં બે બાળકોનો અને મહિલાનો સમાવેશ થાય છે, અને 27 ગંભીર રીતે દાઝ્યા છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બસના એન્જિનમાં ખામી સર્જાવાના કારણે આગ લાગી હતી. ઘટના બની તે વિસ્તાર બની તે જિલ્લા હિરિયુરના એસપી રાધિકાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને પ્રાથમિક તપાસ કરી હતી.

દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સ્થાનિક પોલીસે નોંધી નોંધીને કેસની તપાસ શરૂ કરી છે.

ચિત્રદુર્ગ - બેંગલુરૂથી વિજયપુરા નેશનલ હાઈવે નં.4 પર આ ઘટના સર્જાઈ હતી. ખાનગી બસમાં 32 મુસાફરો સવાર હતા અને બસ બેંગલુરૂથી વિજયપુરા જઈ રહી હતી.


Related News

Loading...
Advertisement