પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત ગંભીર : પુત્રીએ કહ્યું- ગત વર્ષે ઓગસ્ટમાં તેમને ભારતરત્ન મળ્યો હતો, આજે તેઓ વેન્ટિલેટર પર

12 August 2020 06:41 PM
India
  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત ગંભીર : પુત્રીએ કહ્યું- ગત વર્ષે ઓગસ્ટમાં તેમને ભારતરત્ન મળ્યો હતો, આજે તેઓ વેન્ટિલેટર પર
  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત ગંભીર : પુત્રીએ કહ્યું- ગત વર્ષે ઓગસ્ટમાં તેમને ભારતરત્ન મળ્યો હતો, આજે તેઓ વેન્ટિલેટર પર
  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત ગંભીર : પુત્રીએ કહ્યું- ગત વર્ષે ઓગસ્ટમાં તેમને ભારતરત્ન મળ્યો હતો, આજે તેઓ વેન્ટિલેટર પર

પ્રણવ'દા 10 ઓગસ્ટે દિલ્હીની આર્મી હોસ્પિટલમાં દાખલ થયા હતા,તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

ન્યુ દિલ્હી :
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત હજુ પણ ગંભીર છે. ઈમરજન્સી બ્રેઈન સર્જરી કર્યાના બે દિવસ પછી પણ તે વેન્ટીલેટર સપોર્ટ પર છે. આર્મી રિસર્ચ એન્ડ રેફરલ(આર એન્ડ આર) હોસ્પિટલે બુધવારે જણાવ્યું કે, તેમની હાલત સ્થિર, પણ ગંભીર છે. આ સર્જરી પૂર્વે તેમને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

પૂર્વ રાષ્ટ્રપતિની દીકરી શર્મિષ્ઠાએ પ્રાર્થના કરતા કહ્યું, ભગવાન તેમના માટે જે સારુ હોય તે કરે અને મને જીવનના સુખ અને દુઃખ બન્નેનો સ્વીકાર કરવાની શક્તિ આપે. તેમણે ટ્વિટર પર લખ્યું કે, દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન મળ્યાના ઠીક એક વર્ષ પછી તેમના પિતા ગંભીર રીતે બિમાર થયા છે.

ગત વર્ષે 8 ઓગસ્ટના રોજ પ્રણવ મુખરજીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ના હસ્તે ભારત રત્ન થી સન્માનિત કરવામાં આવ્યા હતાં. અને આ વર્ષે ૧૦ ઓગસ્ટના તેઓએ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બ્રેઈન સર્જરી માટે દાખલ થયા હતા
પ્રણવ મુખર્જીના બ્રેઈનમાંથી ક્લોટ હટાવવા માટે 10 ઓગસ્ટે તેમની સર્જરી કરાઈ હતી. ત્યારથી વેન્ટીલેટર પર છે. ડોક્ટર્સે મંગળવારે જણાવ્યું હતું કે, સર્જરી પછી તેમની સ્થિતિ ગંભીર છે. તેમની હાલતમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી


Related News

Loading...
Advertisement