રશિયા : પુતિનની પુત્રીને વેક્સીન આપ્યા બાદ શરીરના તાપમાનમાં ઘટાડો થયો, એન્ટિબોડી વિકસિત થયા : સ્પુટનિક વેક્સિનની સત્તાવાર તસવીર રિલીઝ કરી

12 August 2020 06:31 PM
World
  • રશિયા : પુતિનની પુત્રીને વેક્સીન આપ્યા બાદ શરીરના તાપમાનમાં ઘટાડો થયો, એન્ટિબોડી વિકસિત થયા : સ્પુટનિક વેક્સિનની સત્તાવાર તસવીર રિલીઝ કરી

રાષ્ટ્રપતિ પુતિન ને બે પુત્રી છે તેમાંથી કઈ પુત્રીએ રસી નો ડોઝ લીધો તે હજુ સ્પષ્ટ નથી

મોસ્કો:
રશિયાએ બનાવેલી કોરોનાની સૌ પ્રથમ રજીસ્ટ્રેશન થયેલ 'સ્પુટનિક' વેક્સિનની તસ્વીર દુનિયા સમક્ષ મૂકી છે. ગઈકાલે અહેવાલો મળ્યા હતા કે, રશિયાએ વેક્સિનનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, અને રસીનો પહેલો ડોઝ રૂસી રાષ્ટ્રપતિ પુતિનની પુત્રીને અપાયો હોવાનું જાહેર કરાયુ હતું. વેક્સીનના બે ડોઝ બાદ રાષ્ટ્રપતિ પુતિનની પુત્રીના શરીરનું તાપમાન ઘટ્યું હોવાનો અને એન્ટિબોડી વિકસિત થયાનો આજે દાવો કરાઈ રહ્યો છે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, વેક્સિનના પ્રથમ ડોઝ બાદ તેના શરીરનું તાપમાન 38 ડિગ્રી હતું. જ્યારે બીજા ડોઝમાં તાપમાન 1 ડિગ્રી ઘટીને 37 ડિગ્રી થયું હતું. થોડા સમય પછી ફરી શરીરનું તાપમાં વધ્યું હતું અને ધીરેધીરે સામાન્ય થઇ ગયું હતું. વેક્સિન આપ્યા બાદ તે સારું અનુભવી રહી છે. તેનામાં એન્ટિબોડી વિકસિત થયાનું ધ્યાને આવ્યું છે. પુતિને વધુમાં કહ્યું કે, કોરોનાની આ વેક્સિન હવે અનેક પરીક્ષણમાંથી પસાર થઇ ચુકી છે, અને સુરક્ષિત સાબિત થયું છે. ઉલ્લેખનીય છે કે, પુતિનની બે દીકરીઓ મારિયા અને કેટરીનામાંથી કોને વેક્સિન આપવામાં આવી છે તે બાબતે પુતિને સ્પષ્ટતા નથી કરી.

રશિયાએ આ વેક્સિનને તેમના પહેલા ઉપગ્રહના નામ પરથી સ્પુતનિક-વી નામ રાખ્યું છે. અને દાવો કર્યો છે કે, પરીક્ષણ વખતે એક પણ વોલેન્ટિયર્સમાં સાઈડ ઇફેકટ જોવા મળી નથી.

વર્ષના અંતમાં 20 કરોડ ડોઝ તૈયાર થઈ જશે, ભારતમાં ટ્રાયલ થઇ શકે
રૂસ કોરોના વેક્સીનનું ઉત્પાદન સપ્ટેમ્બરમાં શરુ કરે તેવી સંભાવના છે. 2020ના અંત સુધીમાં વેક્સિનના 20 કરોડ ડોઝ તૈયાર કરી લેશે. જેમાંથી 3 કરોડ ડોઝ રશિયા પોતાના માટે રાખશે. તેવું એક રશિયન વેબસાઈટમાં કહેવાયું છે. રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ સાઉદી અરબ, બ્રાઝીલ, ભારત કે ફિલિપાઇન્સમાં કરવાની યોજના છે. જેમાં ભારત મોખરે છે.


Related News

Loading...
Advertisement