બેંગલુરુમાં વાંધાજનક ફેસબુક પોસ્ટ અંગે હિંસા ભડકી, 3ના મોત, 110ની ધરપકડ, એડિશનલ પોલીસ કમિશનર સહિત 60 પોલીસકર્મી ઘાયલ; કોંગી MLA ના ઘરની બહાર તોડફોડ - આગચંપી

12 August 2020 09:46 AM
India
  • બેંગલુરુમાં વાંધાજનક ફેસબુક પોસ્ટ અંગે હિંસા ભડકી, 3ના મોત, 110ની ધરપકડ, એડિશનલ પોલીસ કમિશનર સહિત 60 પોલીસકર્મી ઘાયલ; કોંગી MLA ના ઘરની બહાર તોડફોડ - આગચંપી

કોંગ્રેસ ધારાસભ્યના ભત્રીજાએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા, દાવો કર્યો કે, તેનું ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું હતું

બેંગલુરૂ |

બેંગલુરુમાં મંગળવારની રાતે એક વિવાદીત ફેસબુક પોસ્ટ અંગે હિંસા ભડકી હતી. હિંસક સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં 3 લોકોના મોત થયા હતા. સાથે જ 60થી વધુ પોલીસકર્મી ઘાયલ થઈ ગયા હતા. જેમાંથી એક એડિશનલ પોલીસ કમિશનર પણ સામેલ છે.

કોંગ્રેસના ધારાસભ્ય મૂર્તિના ભત્રીજાએ એક સમુદાય અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, ત્યારબાદ તે સમુદાયમાં રોષ જોવા મળ્યો અને ધારાસભ્યના ઘરની તોડફોડ અને આગચંપી કરી હતી.

હિંસા શહેરના ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ હતી. હાલ અહીંયા કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. સાથે જ આખા બેંગલુરુમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. અત્યાર સુધી 110 લોકોની ધરપકડ કરી લેવાઈ છે. ગતરાત્રીએ ડી.જે. હલ્લી પોલસ સ્ટેશનમાં પણ તોડફોડ નો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કમિશનર કમલ કાંતે જણાવ્યું કે, મુખ્ય આરોપી નવીનની ધરપકડ કરી લેવાઈ છે. અને છ કલાક થી ચાલતી હિંસા બાદ હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે.
કર્ણાટકના ગૃહમંત્રી બસવરાજ બોમ્મર્ઈએ કહ્યું કે, હિંસાગ્રસ્ત વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસફોર્સ તહેનાત કરવામાં આવી છે. ઉપદ્રવીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે

કોંગ્રેસ ધારાસભ્યના ભત્રીજાએ આ કેસમાં સ્પષ્ટતા આપતા કહ્યું કે, તેનું ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું હતું. તેણે કોઈ પણ ધર્મ અંગે કોઈ પણ જાતની ટિપ્પણી કરી નથી. ધારાસભ્ય મૂર્તિએ પણ ભત્રીજાના બચાવમાં નિવેદન જાહેર કર્યું છે.

Related News

Loading...
Advertisement