1000 કરોડ રૂપિયાના હવાલા રેકેટનો પર્દાફાશ, ચીની નાગરિકની સંડોવણી

12 August 2020 03:11 AM
India World
  • 1000 કરોડ રૂપિયાના હવાલા રેકેટનો પર્દાફાશ, ચીની નાગરિકની સંડોવણી
  • 1000 કરોડ રૂપિયાના હવાલા રેકેટનો પર્દાફાશ, ચીની નાગરિકની સંડોવણી

બનાવતી કંપની અને ડુપ્લીકેટ પાસપોર્ટના આધારે બેંક એકાઉન્ટમાં હવાલા રેકેટ ચાલતું : ભારતીય સહયોગી અને બેંક કર્મચારીઓનો સમાવેશ હોવાની શંકા : દિલ્હી, ગાઝિયાબાદ ના ૨૧ સ્થળે દરોડા

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ મની લોન્ડ્રિંગના (હવાલા) એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં ઘણા ચીની નાગરિક તેના ભારતીય સહયોગી અને બેંક કર્મચારી સામેલ છે.

સીબીડીટીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ''ઇનકમ ટેક્સ વિભાગે 1,000 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ રેકેટ ચલાવવાના મુદ્દે કેટલાક ચીની નાગરિકો અને તેના ભારતીય સાથીઓ વિરૂદ્ધ રેડ મારવાની કાર્યવાહી કરી છે. દિલ્હી, ગુરુગ્રામ, ગાઝિયાબાદ ના ૨૧ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા. ચીની નાગરિકોએ ૪૦ થી વધુ બેંક ખાતા ખોલ્યા જેમાં ૧૦૦૦ કરોડ થી વધુ રકમ જમા કરાવી છે.

હવાલા કૌભાંડમાં એક ચીની નાગરિકને ઝડપવામાં આવ્યો છે. જેનું નામ લુઓ સાંગ છે, પરંતુ તેને બનાવતી ભારતીય પાસપોર્ટ પરનું નામ ચાર્લી પેંગ છે અને મણિપુર થી આ પાસપોર્ટ બનાવ્યા હોવાનું જણાય છે. તે ૮-૧૦ બેંક ખાતાઓ નો ઉપયોગ કરતો હતો જેમાં બનાવતી ચીની કંપનીના નામે ૩૦૦ કરોડ થી વધુ નાણાં નો હવાલા થયો છે.

સીબીડીટીએ કહ્યું કે કેટલાક ચીની નાગરિક અને તેના ભારતીય સહયોગી બનાવટી કંપનીના સહારે મની લોન્ડ્રીંગ અને હવાલા બિઝનેસમાં સામેલ છે. કેટલાક બેંક અધિકારીઓ પર પણ છાપેમારી કરવામાં આવી છે.

પૂર્વી લદ્દાખમાં સીમા પર તણાવ બાદ ભારત સરકાર ચીન વિરૂદ્ધ લગામ કસી રહી છે. સરકારે ચીનની ઘણી એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઘણા સેક્ટરમાં ચીની કંપનીઓના ટેન્ડર અટકાવી દેવામાં આવ્યા છે. એટલું જ નહી સામાન્ય લોકો પણ મોટી સંખ્યામાં ચીની પ્રોડક્ટનો બહિષ્કાર કરી રહયા છે.


Related News

Loading...
Advertisement