લ્યો બોલો.. લાઉડ સ્પીકર વગાડતા કોરોના સંક્રમણ વધે છે : ભુજ મામલતદારનું વિચિત્ર ફરમાન

12 August 2020 02:58 AM
kutch Gujarat Off-beat
  • લ્યો બોલો.. લાઉડ સ્પીકર વગાડતા કોરોના સંક્રમણ વધે છે : ભુજ મામલતદારનું વિચિત્ર ફરમાન
  • લ્યો બોલો.. લાઉડ સ્પીકર વગાડતા કોરોના સંક્રમણ વધે છે : ભુજ મામલતદારનું વિચિત્ર ફરમાન

કોરોનાએ સમગ્ર ગુજરાતમાં આતંક મચાવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમોનું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. એવામાં ભુજના મામલતદારનું વિચત્ર ફરમાન સામે આવ્યું છે. માઇકમાં નીકળતા અવાજની સાથે કોરોના વિષાણુ ફેલાય છે.

ભુજ : ભુજના ઉમેદનગર રોડ દિૃધામેશ્વર મહાદેવ મંદિર વતી હરેશગર માયાગર ગુંસાઈ દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગની મંજૂરી માટેની અરજી કરવામાં આવી હતી. શ્રાવણ મહિનામાં પૂજા-અર્ચના માટે ભુજ તંત્ર પાસેથી લાઉડ સ્પીકરના ઉપયોગની મંજૂરી માંગવામાં આવી હતી. ત્યારે આ મામલે ભુજના મામલતદારે વિચિત્ર કારણ આપીને પરવાનગી આપી ન હતી. આ મામલે મામલતદારે જણાવ્યું હતું કે, લાઉડ સ્પીકરમાંથી વિષાણુ નીકળે છે અને તેના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે છે. આ માટે તેનો ઉપયોગ કરવાની છૂટ આપી શકાય નહીં.
ભુજનાં મામલતદારનાં આ જવાબથી ચારે બાજુ ભારે ચકચાર મચી જવા પામી છે. મંદિરે લાઉડ સ્પીકર વગાડવા માંગેલી પરવાનગીના બદલામાં મામલતદારનાં જવાબે સૌ કોઇને આશ્ચર્યચકિત કરી દીધાં છે.

ભુજનાં મામલતદારે લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપવા બાબતની અરજીમાં જવાબ આપતા જણાવ્યું કે, “સરકાર શ્રીની વખતોવખતની સૂચનાઓ તેમજ જાહેરનામાંઓ અન્વયે હાલે કોરોનાના કેસો ખાસ કરીને ભુજ શહેરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહેલ હોઇ, આ મહામારીનું સંક્રમણ વધુ ફેલાતું અટકે તે હેતુથી તથા માઇક વગાડવાથી અવાજની સાથે વિષાણું નીકળવાને કારણે સંક્રમણની સંખ્યા વધે છે. સબબ, આપની લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી મળવાની અરજી સ્વીકારી શકાય તેમ નથી. જેથી જાણ થવા વિનંતી છે.”


Related News

Loading...
Advertisement