અભિનેતા સંજય દત્તને ત્રીજા સ્ટેજનું લંગ કેન્સર, સારવાર માટે અમેરિકા જવા રવાના : ફિલ્મ સમિક્ષક કોમલ નાહટા, યુવરાજ સિંહે ટ્વીટ કર્યું

12 August 2020 02:27 AM
Entertainment India
  • અભિનેતા સંજય દત્તને ત્રીજા સ્ટેજનું લંગ કેન્સર, સારવાર માટે અમેરિકા જવા રવાના : ફિલ્મ સમિક્ષક કોમલ નાહટા, યુવરાજ સિંહે ટ્વીટ કર્યું
  • અભિનેતા સંજય દત્તને ત્રીજા સ્ટેજનું લંગ કેન્સર, સારવાર માટે અમેરિકા જવા રવાના : ફિલ્મ સમિક્ષક કોમલ નાહટા, યુવરાજ સિંહે ટ્વીટ કર્યું
  • અભિનેતા સંજય દત્તને ત્રીજા સ્ટેજનું લંગ કેન્સર, સારવાર માટે અમેરિકા જવા રવાના : ફિલ્મ સમિક્ષક કોમલ નાહટા, યુવરાજ સિંહે ટ્વીટ કર્યું

ગઇકાલે સાંજે ફિલ્મોમાંથી મેડિકલ ટ્રીટમેન્ટ કરવા માટે બ્રેક લેશે તેવું ટ્વીટ કર્યું હતું : ૬૧ વર્ષીય સંજુ બાબા હાલમાં જ શ્વાસ લેવાની તકલીફ હોવાની ફરિયાદ સાથે લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયા હતા : પ્રથમ કોરોના રિપોર્ટ નેગેટિવ હતો

મુંબઈ: બોલીવુડમાંથી એક આઘાતજનક સમાચાર મળી રહ્યા છે. અભિનેતા સંજય દત્ત ફેફસાંના કેન્સરથી પીડિત છે અને આવી માહિતી મળી રહી છે કે કેન્સર ત્રીજા સ્ટેજમાં પહોંચી ચુકયુ છે. મંગળવારે રાત્રે સંજૂના નજીકના મિત્રએ આ અંગે ખુલાસો કર્યો હતો. સંજયને છેલ્લા બે દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને સતત બેચેનીના લક્ષણો સાથે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો,જે નેગેટિવ આવ્યો હતો. હવે એવી માહિતી પણ મળી છે કે તેઓ ઈલાજ માટે અમેરિકા રવાના થઈ ગયા છે. આ અગાઉ સંજયે ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી ફિલ્મોમાંથી બ્રેક લેવાની માહિતી આપી હતી.

સંજય દત્તને કેન્સર અંગે ની ટ્વીટ જાણીતા ફિલ્મ સમીક્ષક કોમલ નાહટા કરી લખ્યું હતું કે સંજય દત્તને ફેફસાનું કેન્સર હોવાનું જાણવા મળે છે અને તરત જ સાજા થાય તેના માટે પ્રાર્થના.

આ ઉપરાંત ખુદ કેન્સરને મ્હાત આપી સાજા થયેલ ક્રિકેટર યુવરાજ સિંહે ટ્વીટ કર્યું : 'તમે હમેશા ફાઈટર છો, હતા અને હમેશા રહેશો. હું જાણું છું જે દર્દ થાય પણ મને ખબર છે કે તમે સ્ટ્રોંગ છે અને આ ખરાબ સમય જલદીથી પસાર થઈ જશે. મારી પ્રાર્થના અને શુભેચ્છાઓ - જલદી થી સાજા થાવ '

સંજય દત્તની પત્ની માન્યતા અને તેમના બંને બાળકો હાલમાં દુબઈમાં છે. આ માહિતી મળ્યા બાદ તેમના નિવાસસ્થાન પર આવેલા સંજય દત્તના મિત્રોના જણાવ્યા મુજબ હાલમાં કેન્સર જે સ્ટેજ પર છે તેની સારવાર કરી શકાય છે, પરંતુ આ માટે સંજય દત્તને તાત્કાલિક અમેરિકા જવાનું રહેશે. સંજય દત્તની ફિલ્મ, સડક 2 નું ટ્રેલર પણ મંગળવારે રિલીઝ થવાનું હતું, પરંતુ તે એક દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે.

સંજય દત્તે પોતાની પોસ્ટમાં લખ્યું, 'હેલો મિત્રો, તબીબી સારવારને કારણે હું મારા કામથી થોડો સમય બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર અને મારા મિત્રો મારી સાથે છે. હું મારા શુભેચ્છકોને કહેવા માંગુ છું કે તેઓ પરેશાન ન થાય. કોઈ બિનજરૂરી અફવાઓ ફેલાવશો નહીં. તમારી દુઆઓ અને પ્રેમથી હું જલ્દી પાછો ફરીશ.'

આ બાજુ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલા પિરિયડ ડ્રામા શમશેરાનું શૂટિંગ સંજય દત્તની તબિયત સારી ન હોવાના કારણે હાલ મુલતવી રાખવામાં આવ્યું છે. ફિલ્મનું અંતિમ શેડ્યૂલ હજુ બાકી છે, પરંતુ હવે સંજયની તબિયત બરોબર થશે ત્યારે જ તે પૂર્ણ થશે.


Related News

Loading...
Advertisement