દબંગ ખાનનું વર્ક ફ્રોમ હોમ; પોતાના ફાર્મ હાઉસમાં કર્યું શૂટ

11 August 2020 06:01 PM
Entertainment
  • દબંગ ખાનનું વર્ક ફ્રોમ હોમ; પોતાના ફાર્મ હાઉસમાં કર્યું શૂટ

મુંબઈ,તા. 11
મુંબઈમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ટીવીથી લઇને બોલીવૂડ ઇન્ડસ્ટ્રી પણ કોરોનાથી પ્રભાવિત થઇ છે. ધીરે ધીરે હવે ગાડી પાટે ચડી રહી છે તેમ છતાં બોલીવુડનાં ભાઈજાન સલમાન ખાન હજુ પણ લોકડાઉનનાં જ મૂડમાં છે. માર્ચ મહિનાથી પોતાના પનવેલના ફાર્મ હાઉસમાં સમય પસાર કરી રહેલા સલમાન ખાને આગામી ટીવી શોનો પ્રોમો પણ અહીંથી જ શૂટ કર્યો હતો. આ શૂટમાં માત્ર સલમાન ખાન અને તેના ફોટોગ્રાફર મહેશ લિમય જ હાજર હતા. આ ઉપરાંત હજુ પણ આગામી કેમ્પેઇન તેઓ પોતાના ફાર્મ હાઉસમાં જ શૂટ કરશે.


Related News

Loading...
Advertisement