સુશાંતસિંહના ડેડબોડીનું પીએમ કરનાર ડોકટરોની પૂછપરછ થવી જોઇએ

11 August 2020 06:00 PM
Entertainment
  • સુશાંતસિંહના ડેડબોડીનું પીએમ કરનાર ડોકટરોની પૂછપરછ થવી જોઇએ

ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીની માંગ : સુશાંતસિંહનો પગ વાંકો વળી ગયો હતો : સ્વામી

મુંબઇ તા.11: બોલીવુડ એકટર સુશાંતસિંહ આપઘાત પ્રકરણમાં રોજે રોજ નવા ફણગા ફૂટયા કરે છે. તેમાં હવે ભાજપ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ ટવીટ કરીને એવો દાવો કર્યો હતો કે સ સુશાંતસિંહના ડેડ બોડીને જયારે એમ્બ્યુલન્સમાં લઇ જવાઇ રહી હતી તેના કર્મચારીના કહયા મુજબ સુશાંતનો પગ ફ્રેકચર થયું હોય એ રીતે વાંકો વળી ગયો હતો.
સુબ્રહ્મણ્યમ સ્વામીએ એમ પણ જણાવ્યું હતું કે સુશાંતની બોડીનું પોસ્ટમોર્ટમ કરનાર કુપર હોસ્પિટલના પાંચે પાંચ ડોકટરોની પુછપરછ થવછ જોઇએ. બીજી બાજુ ભાજપ પ્રવકતા નિખિલ આનંદે આક્ષેપ કર્યો હતો કે સુશાંતના કેસમાં પુરાવાનો નાશ કરાયો છે. આનંદે શિવસેના નેતા સંજય રાઉત અને આદિત્ય ઠાકરેનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ કરી હતી.


Related News

Loading...
Advertisement