ઘરફોડ ચોરી કરતી આંતરરાજય બેલડી પકડાઇ : 12 ચોરીની કબુલાત

11 August 2020 05:49 PM
Rajkot Crime
  • ઘરફોડ ચોરી કરતી આંતરરાજય બેલડી પકડાઇ : 12 ચોરીની કબુલાત
  • ઘરફોડ ચોરી કરતી આંતરરાજય બેલડી પકડાઇ : 12 ચોરીની કબુલાત
  • ઘરફોડ ચોરી કરતી આંતરરાજય બેલડી પકડાઇ : 12 ચોરીની કબુલાત

ઝડપાયેલા બે તસ્કરની પૂછપરછમાં ત્રણનાં નામ ખૂલ્યા : આરોપીઓ ઇન્દોર (મ.પ્ર.)નાં તેજાજીનગરનાં 13 ગુન્હામાં ફરાર હતા : ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી બંનેને ભાવનગર રોડ આઇ.ટી.આઇ પાસેથી દબોચી લીધા : રૂા.8,170 નો મુદામાલ કબજે : ઘરફોડ ચોરી કરતી ગેંગને દબોચી લેતાં ક્રાઇમબ્રાન્ચે રૂા.1પ હજારનું ઇનામ જાહેર કરતાં પોલીસ કમિશ્નર અગ્રવાલ

રાજકોટ તા.11
શહેરમાં ઘરફોડ ચોરીના ગુન્હાને ઉકેલવા ક્રાઇમબ્રાન્ચે આરોપીઓને ઝડપી લેવા સતત વોચમાં હતી. ત્યારે બાતમીને આધારે ભાવનગર રોડ આઇ.ટી.આઇ પાસેથી બે શખ્સોને દબોચી લીધા હતા. બંનેની પુછપરછમાં 12 જેટલી ઘરફોડ ચોરીની કબુલાત આપી હતી. તેમજ ત્રણ શખ્સોનાં નામ ખુલ્યા હતા.સ પોલીસે આરોપી પાસેથી રૂ.8170નો મુદામાલ કબજે કર્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ એહમદ, તેમજ ડીસીપી ઝોન-1 પ્રવિણ કુમાર મીણા અને ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાની સુચનાથી ક્રાઇમબ્રાન્ચનાં પીઆઇ વી.કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એન. ધાખડા, કુલદીપસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ ઝાલા સહિતનાં સ્ટાફે બાતમીને આધારે મધ્યપ્રદેશના ઇન્દોરનાં ચોરીના 13 ગુન્હામાં ફરાર ગેંગના બે શખ્સોને ભાવનગર રોડ આઇ.ટી.આઇ સામેથી બારજાસીંગ ઉર્ફે રમેશ બીમસીંગ પંચાલ (હાલ ગઢકા ગામ રાજેશભાઇની વાડીએ તા.જી. રાજકોટ મુળ ગુરાડીયા ગામ નલવાડી તા. કુકસી જી. ધાર મધ્યપ્રદેશ) અને કાલુ ઉર્ફે કાળીયો પાનસીંગ ઉર્ફે પાનીયા મનલોઇ (મીનાવા) (રહે. હાલ કલ્યાણપૂર ભીખાભાઇની વાડીએ મુળ મધ્યપ્રદેશ) ની ધરપકડ કરી હતી.

આરોપીઓની ક્રાઇમબ્રાન્ચ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. જેમાં તેની સાથે વેસુ ઉર્ફે વિષ્ણુ શીગાંણીયા (રહે. કુંડલવાસ, મધ્યપ્રદેશ), માંગીલાલ ઉર્ફે માંગી વેસ્તાભાઇ મસાણીયા (રહે. મધ્યપ્રદેશ) અને કૈલાશ જીરૂભાઇ મસાણીયા (રહે. મધ્યપ્રદેશ)નું નામ ખુલતા તેની શોધખોળ આદરી છે. બંને આરોપી પાસેથી રૂ.8170 નો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપી બારમસીંગ ઉર્ફે રમેશ મધ્યપ્રદેશનાં ઇન્દોર શહેરનાં તેજાજીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના 13 જેટલી ચોરીનાં ગુન્હામાં ફરાર હતો.સ ઇન્દોર પોલીસે મેતા સહ આરોપીઓને રૂ.15 લાખના મુદામાલ સાથે પકડાયેલ હતા.

તસ્કર ગેંગે કોઠારીયા રીંગ રોડ પર એક મકાનમાંથી રૂ.2 હજારની તસ્કરી, જામનગરનાં ઘેડી ગામે અલગ અલગ ત્રણ મકાનમાંથી રૂ.ર9 હજારની તસ્કરી કરી હતી. કોઠારીયા રોડ સ્વાતી પાર્કમાંથી 7 થી 8 હજારની તસ્કરી કરી હતી. ભકિતધામ સોસાયટીમાંથી બાઇકની ચોરી, માંડાડુંગર પાસેની માધવ વાટીકામાં સોના-દાગીનાની તસ્કરી થયેલ હતી. કોઠારીયા રોડ તપ્સી હોટેલ પાછળ એક મકાનમાં ગેંગ દ્વારા ચોરીનો પ્રયાસ કર્યો હતો.

આમ આરોપીઓએ કુલ 12 જેટલી ઘરફોડ ચોરી અને બાઇકની તસ્કરી કરી હતી. ઝડપાયેલા બે શખ્સોનાં કોવીડ ટેસ્ટ કરાવ્યા બાદ તેની વિધીવત ધરપકડ કરવામાં આવશે. ત્યારબાદ તેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માટેની તજવીજ કરાશે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને દબોચી લેતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ટીમને રૂ.15 હજારના ઇનામની જાહેરાત કરી હતી.

તસ્કર ગેંગ દિવસે ખેતમજૂરી અને રાત્રે બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરતા
આરોપીઓ એક જ રાતમાં બે થી ત્રણ જગ્યાએ ચોરી કરતા : ચોરી કરી મુદામાલનો ભાગ પાડી લેતા અને વતન મઘ્યપ્રદેશ જઇ સોના-ચાંદી વહેંચી રોકડી કરતા
રાજકોટ : પકડાયેલા બે આરોપીઓની પુછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ તસ્કર ગેંગના સભ્યો કોઇ શહેરની આસપાસના ગામડામાં ખેતમજૂરી કરતા અથવા ભાગીયા તરીકે ખેતર-વાડી વાવતા હતા. આરોપીઓ દિવસ દરમિયાન ખેતરે રહી ખેતીકામ કરતા જયારે રાત્રીના શહેરી વિસ્તારમાં ધામા નાખતા અને ચોરીને અંજામ આપતા. આરોપીઓ એક જ રાતમાં બે-ત્રણ સ્થળો પર ચોરી કરવાની ટેવ ધરાવતા હતા. તસ્કર ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે કોઇ બંધ મકાનમાં ચોરી કરી ભાગતા ત્યારે નજીકમાં કોઇ મોટર સાયકલ પાર્ક હોય તો તેની ઉઠાંતરી કરી નાસી જતા ચોરી કર્યા બાદ રોકડ રકમને સરખા ભાગે વહેંચી લેતા હતા અને જો સોના-ચાંદીના દાગીના હોય તો તેને વતન મઘ્યપ્રદેશ જઇ વેચતા બાદમાં મળેલી રકમનો ભાગ પાડી લેતા હતા. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી લેવા અને અગાઉ દાગીના કયાં-કયાં વેચવા તેની તપાસ શરૂ કરી છે.

છેલ્લી ચોરીમાં સાથે રહેનાર કૈલાશનું બીમારીથી મોત
રાજકોટ : ક્રાઇમ બ્રાંચે ઝડપેલી બેલડીએ પુછપરછમાં કહ્યું હતું કે આઠેક મહિના પહેલા તે બંને અને કૈલાશ જીરૂભાઇ મસાણીયાએ કોઠારીયા રીંગ રોડ પર એક મકાનમાં ચોરી કરી હતી અને રોકડ, મોબાઇલ ફોન, ઘડીયાલ ચોરી ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ કૈલાશ મસાણીયા બિમાર પડયો હતો અને તાજેતરમાં જ બીમારીના કારણે તેનું મોત નિપજયું હતું.


Related News

Loading...
Advertisement