રાજય સરકારની ઐતિહાસીક જાહેરાતથી ખેડૂતોમાં ખુશાલી

11 August 2020 05:02 PM
Rajkot
  • રાજય સરકારની ઐતિહાસીક જાહેરાતથી ખેડૂતોમાં ખુશાલી
  • રાજય સરકારની ઐતિહાસીક જાહેરાતથી ખેડૂતોમાં ખુશાલી

ખેડૂતો માટે મુ.મંત્રીએ જન્માષ્ટમીમાં જ દિવાળી લાવી દીધી : રાજુ ધ્રુવ : પાક નુકશાન માટે ખેડૂતોને વીમો અપાશે પરંતુ ખેડૂતોને એનું પ્રિમીયમ નહી ભરવુ પડે

રાજકોટ તા.11
વરસાદના અભાવે પડેલો દુષ્કાળ હોય કે પછી ક્યાંય અતિવૃષ્ટિને લીધે ખેતીને નૂકસાન થયું હોય, ભાજપની સરકાર હંમેશા ખેડુતોની સાથે રહી છે એવું જણાવીને ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવે મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ આજે જાહેર કરેલી નવી કિસાન વિકાસ નીતિને આવકાર આપ્યો હતો.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ,નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને કૃષિમંત્રી શ્રી આર સી ફળદુ ને આ અભૂતપૂર્વ ઐતિહાસિક મહત્વ ના નિર્ણય માટે અભિનંદન આપતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે કિસાનોના વ્યાપક હિતમાં આ નિર્ણયની જાહેરાત જ્માષ્ટમી પર્વ પર થઇ છે પરંતુ ખેડુતો માટે તો જાણે વહેલી દીવાળી આવી ગઇ હોય એવો માહોલ સર્જી દીધો છે. વિજયભાઇ રૂપાણીએ ખેડુતો માટેની પોતાની સંવેદના અને હૂંફનો આ રીતે પરિચય આપ્યો છે.

રાજુભાઇએ જણાવ્યું કે કોંગ્રેસની સરકારોએ ખેડુતોને પાયમાલ કરવામાં બાકી નથી રાખ્યું. પાકવીમો હોય કે ટેકાના ભાવ કે પછી સસ્તાં બિયારણના પ્રશ્ન હોય ખેડુતો કાયમ પરેશાન રહેતા. કૃષિ અને પશુપાલન બન્ને આપણા પરંપરાગત વ્યવસાય છે, ખેડુતોનું હિત એ સમગ્ર અર્થતંત્રનું હિત છે એ વાત ભાજપે ધ્યાનમાં રાખી છે. આજે મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ અને કૃષિમંત્રી આર.સી.ફળદુએ જે જાહેરાત કરી છે એના થી ફરી એકવાર સાબિત થયું છે કે ભાજપ હંમેશા ખેડુતોનું હિત કરે છે.

એમણે ઉમેર્યું કે રાજ્ય સરકારની નવી કિસાન નીતિ અંગે વિગત આપતાં રાજુભાઇએ કહ્યું કે જો વરસાદ અનિયમીત કે ઓછો પડે તો ખેડુતોને નુકસાન જવાની શક્યતા ઘણી રહે છે. આવી કુદરતી આપત્તિની સ્થિતિમાં ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ધતિ જેમાં રાજ્યના બધાજ ખેડુતોનો સમાવેશ થાય અને નુકસાન થયેલ ખેડૂત રહી ન જાય તે ધ્યેય સાથે ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થયેલ પાક નુકશાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજ્યના વિસ્તારોને આવરી લે તેવી યોજના અમલમાં મૂકવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અને તેમાં રાજ્ય ના નાના મોટા સીમાંત બધાજ ખેડૂતો ને આવરી લેવાયા છે તે મુખ્યમંત્રીની સંવેદનશીલતાનો જીવંત પુરાવો છે. સૌથી મહત્વનું તો એ છે કે આ યોજના માટે ખેડૂતે કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહિ તેમ પણ તેમણે જણાવ્યું હતું.

નવી યોજનામાં અનાવૃષ્ટિ (દુષ્કાળ) અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ (માવઠું) જોખમોથી થયેલ પાક નુકશાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે.
જે તાલુકામાં ઋતુનો 10 ઈંચથી ઓછો વરસાદ થયો હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા એટલે કે 28 દિવસનો ગાળો રહ્યો હોય.

સતત શૂન્ય વરસાદ હોય પાકને નુકશાન થાય કો તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ) નું જોખમ ગણવામાં આવશે આમ ગુજરાત સરકારે એક ક્રાંતિકારી અદભુત નિર્ણય લઇ ખેતી ને એક નવું બળ આપ્યું છે જેણે સમગ્ર દેશ માં નવી પહેલ પડી છે અને ભારતીય જનતા પક્ષ સરકાર ની ખેડૂતો માટે ની લાગણી અને મુખ્યમંત્રી નું પ્રજાવાત્સલ્ય દર્શાવે છે. આ જાહેર થયેલ કિસાન નીતિ થી ગુજરાત ના નાના સીમાંત ખેડૂતો થી લઇ કૃષિ આધારિત શ્રમજીવીઓ અને નાના મોટા વ્યાપાર ઉદ્યોગો ને પણ ઉપયોગી થશે તેમને પણ લાભ ફાયદો ચોક્કસપણે થવાનો છે. આમ આ નિર્ણય ગ્રામીણ પ્રજાને ખૂબ લાભદાયી નીવડશે.

જ્યારે તાલુકાને યુનિટ ગણી વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ માટે 48 કલાકમાં 35 ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં 48 કલાકમાં 25 ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ઊભા પાકમાં થયેલ નુકસાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે.

15 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ 48 કલાકમાં 50 મી.મી. થી વધુ વરસાદ પડે અને આ કમોસમી વરસાદથી જો પાકને નુકસાન થાય તો પણ વળતર અપાશે. ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન 33 % થી 60 % માટે રૂ. 20000/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ 4 હેક્ટર ની મર્યાદામાં મળવાપાત્ર થશે ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન 60 % થી વધુ નુકશાન માટે રૂ. 25000/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ 4 હેક્ટર ની મર્યાદામાં મળવાપાત્ર થશે

જે ખેડુતો માટે અત્યંત ઉપયોગી અને મદદકર્તા નિવડશે. ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા માટે લેન્ડ રેકોર્ડ સાથે તથા સી.એમ. ડેશબોર્ડ સાથે જોડાણ ધરાવતુંપોર્ટલ- પોર્ટલ તૈયાર કરાવવાનું રહેશે. સમગ્ર પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બને એ માટે લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઈ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે મંજુર થયેલ સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી ડીબીટી દ્વારા ચૂકવવામાં આવશે લાભાર્થી ખેડુતોનાં પ્રશ્નો નાં ઉકેલ માટે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમની વ્યવસ્થા ખાસ ઉભી કરવામાં આવશે.

ગ્રામ કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર ઓન લાઇન અરજી કરવા માટે ખેડૂતોને અરજી કરવામાં સહાયરૂપ થવા ઇ ગ્રામ સેન્ટરના વીએલઇને એક સફળ અરજી દિઠ રૂ.8/- નું મહેનતાણું ચુકવાશે. ખેડૂતોના માર્ગદર્શન


Related News

Loading...
Advertisement