કોરોનાના અડધાથી વધુ કેસો રાજકોટ સહીત રાજયના 4 જિલ્લામાં નોંધાયા

11 August 2020 05:01 PM
Ahmedabad Gujarat Rajkot
  • કોરોનાના અડધાથી વધુ કેસો રાજકોટ સહીત રાજયના 4 જિલ્લામાં નોંધાયા

અમદાવાદમાં કેસોની સંખ્યા 28,000ને પાર

અમદાવાદ તા.11
ગુજરાતમાં ગઈકાલે કોરોનાના નવા 1056 કેસો નોંધાતા કુલ આંકડો 72,120 થયો છે. વધુ 20 માણસોનાં મોત થતાં કોવિડ 19નો મરણાંક 2674 થયો છે. સોમવારે સુરતમાં 236, અમદાવાદમાં 144, વડોદરામાં 108 અને રાજકોટમાં 96 કેસ નોંધાયા હતા. રાજયમાં કુલ કેસોમાં આ ચાર જિલ્લામાં 584 અથવા 55% કેસ નોંધાયા હતા. ગુજરાતમાં છેલ્લા 21 દિવસની 1000થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.

પોરબંદર અને મોરબીમાં 25, અમરેલીમાં 42 અને કચ્છમાં 32 એક દિવસમાં તેમના કે અત્યાર સુધીના વધુ કેસ હતા. ગઈકાલે 1168 દર્દીઓને હોસ્પીટલોમાંથી રજા અપાતા રાજયમાં અત્યાર સુધીમાં 55,000 વધુ દર્દીઓ સાજા થયા છે અને હવે 14,170 દર્દીઓ સારવાર હેઠળ છે.

અમદાવાદમાં 114 કેસો નોંધાતા જિલ્લાનો કુલ સ્કોર 28,042 થયો છે. જિલ્લામાં જો કે 22612 માણસો સ્વસ્થ થઈ ચૂકયા છે.


Related News

Loading...
Advertisement