સંપૂર્ણ સાદાઇથી 15 ઓગષ્ટે રાષ્ટ્રઘ્વજ ફરકાવાશે

11 August 2020 05:01 PM
Rajkot
  • સંપૂર્ણ સાદાઇથી 15 ઓગષ્ટે રાષ્ટ્રઘ્વજ ફરકાવાશે

મનપા ગાંધી મ્યુઝીયમમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવશે

રાજકોટ તા.11
કોરોનાનું ગ્રહણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને પણ લાગ્યું છે. દરેક જિલ્લા તંત્રની જેમ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન પણ સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમો હેઠળ 15 ઓગષ્ટ ઉજવશે.

આ વખતે મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં મનપાએ સ્વાતંત્ર્ય પર્વે કાર્યક્રમ રાખ્યો છે. સંપૂર્ણ સાદગીથી તેમાં મેયર બિનાબેન આચાર્ય ઘ્વજવંદન કરશે. આ વર્ષે અન્ય કોઇ કાર્યક્રમ પ્રવચનો લોકોની હાજરી જેવા કોઇ આયોજન નથી.

દર વર્ષે કોર્પો. દ્વારા જુદા-જુદા વોર્ડમાં સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે સંપૂર્ણ સાદાઇથી ઉજવણી નામ પૂરતી કરવામાં આવનાર છે.


Related News

Loading...
Advertisement