‘મને કશુ યાદ નથી’નું રટણ કરતી રિયા ચક્રવર્તીનો મોબાઇલ જપ્ત

11 August 2020 05:00 PM
Entertainment India
  • ‘મને કશુ યાદ નથી’નું રટણ કરતી રિયા ચક્રવર્તીનો મોબાઇલ જપ્ત

સુશાંતસિંહ રાજપુત આપઘાત કેસ : પૂછપરછમાં યોગ્ય સહકાર ન આપતી હોવાનો ઇડીનો દાવો, રિયા સાથે તેના ભાઇ, પિતાના ગેજેટસ પણ જપ્ત

મુંબઇ તા.11
અભિનેતા સુશાંતસિંહ રાજપુત આપઘાત કેસ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેકટરોરેટએ રિયા ચક્રવર્તીનો મોબાઇલ ફોન, લેપટોપ, ટેબ સહિત અન્ય ગેજેટસ જપ્ત કરી છે. આ સાથે જ રિયાના ભાઇ શૌવિક ચક્રવર્તી અને પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીનો મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

પુછપરછ બાદ ઇડીએ મોબાઇલ ફોન અને આઇપેડ જપ્ત કર્યા હતા. રિયા અને તેનો પરિવાર પૂછપરછ દરમિયાન યોગ્ય સહકાર આપતો ન હોવાથી ઇડીએ તેમના મોબાઇલ સહિતના ગેજેટસ જપ્ત કર્યા છે. આ તમામ ગેજેટસ ફોરેન્સીક પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.

મની લોન્ડરીંગ મામલે રિયા શુક્રવારે અને સોમવારે ઇડી સમક્ષ હાજર થઇ હતી. ઇડી સુત્રોએ રિયા પુછપરછમાં સહકાર ન આપતી હોવાનુ જણાવ્યુ હતુ. રિયા પોતાને વિગતવાર કશું જ યાદ નથી તેવુ જણાવતી હતી.

આ કેસમાં હજુ પણ ખુટતી કડી શોધી રહયા હોવાનું ઇડીએ જણાવ્યુ હતુ. તો સ્વ. સુશાંતસિંહના પિતા કે.કે. સિંહે લગાવેલા આરોપો મામલે કોઇ સચોટ પુરાવા હાથ લાગ્યા ન હોવાનું પણ જણાવ્યુ હતુ.
હાલમાં સીબીઆઇ આ મામલે તપાસ કરી રહી છે. બિહાર પોલીસે અગાઉ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પરંતુ બાદમાં સીબીઆઇને આ કેસ સોપી દેવામાં આવ્યો હતો. સીબીઆઇએ સ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને અન્ય 6 વિરૂધ્ધ ગુનો નોંધી પુછપરછ શરૂ કરી છે.

સુશાંતની બહેને જણાવ્યુ કે સીબીઆઇએ સુશાંત કેસની તપાસ આપઘાતની ફરજ પાડવા બદલ નહીં પરંતુ હત્યા તરીકે જોવી જોઇએ. તો સુશાંતના પિતાએ પણ હત્યાનો આરોપ લગાવ્યો છે.

આ કેસમાં સુશાંતસિંહ રાજપુતના કેસમાં સુપ્રિમ કોર્ટે આજે સુનાવણી શરૂ કરી છે. જેમાં રિયા ચક્રવર્તીની અરજી પર સુનવણી કરવામાં આવશે. જેમાં આ કેસમાં દાખલ એફઆઇઆરને પટણાથી મુંબઇ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. અને સીબીઆઇ તપાસનો વિરોધ્ધ કર્યો છે. આ કેસમાં ટેકનિકલ ખામીને લીધે સુનવણી અટકી ગઇ હતી. જે થોડીવારમાં ફરી શરૂ કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement