પુરુષ પ્રધાન વિચારધારા અને ભેદભાવ સામે યુદ્ધ છેડે છે ફિલ્મ- ગુંજન સકસેના: ધી કારગીલ ગર્લ

11 August 2020 04:59 PM
Entertainment India
  • પુરુષ પ્રધાન વિચારધારા અને ભેદભાવ સામે યુદ્ધ છેડે છે ફિલ્મ- ગુંજન સકસેના: ધી કારગીલ ગર્લ

કારગીલ યુદ્ધમાં અનુકરણીય સાહસ શૌર્ય દેખાડનાર ભારતની પ્રથમ મહિલા પાયલોટને પરદા પર જાહનવી કપુરે જીવંત કરી છે

મુંબઈ: સ્ત્રી જયારે કોઈ સાહસી કામ કરવા માંગે છે ત્યારે તેને એવું સાંભળવું પડે છે કે તારાથી આ નહીં થાય પરંતુ લખનૌની ગુંજન સકસેનાએ આ માન્યતા તોડી પાડી હતી. આ એ ગુંજન સકસેના છે, જેણે 1999માં કારગીલ યુદ્ધ દરમિયાન પ્રથમ મહિલા કોમ્બેટ વોરીયર બનીને એક અનુકરણીય સાહસ અમે શૌર્ય દેખાડયું હતું અને તેની આ સિદ્ધિ બદલ ર્શાર્ય વીર પુરસ્કારોથી સન્માનીત પણ કરાયા હતા.

ગુંજન સકસેનાની બાયોપીક ‘ગુંજન સકસેના: ધી કારગીલ ગર્લ’ માં રૂપેરી પરદે ગુંજનને જીવંત કરી છે. શ્રીદેવીની પુત્રી જાહનવી કપુરે. આ ફીલ્મમાં ગુંજન સકસેનાનો સંઘર્ષ અને વીરતા તેમજ તેની સાથેના લૈંગિક ભેદભાવને રજૂ કરવામાં આવ્યો છે.

સ્ત્રી-પુરુષને લઈને સદીઓથી રૂઢીવાદી પરંપરાઓ ચાલી રહી છે, જેમકે અમુક કામ પુરુષ જ કરી શકે. સ્ત્રી નહીં, જયારે મહિલાઓ તે ક્ષેત્રમાં પગલું મુકે તો તેની પાંખો કાપી નાખવાની કોશિશો કરવામાં આવે છે. પરંતુ લખનૌની નિવાસી ગુંજન સકસેનાએ 90ના દાયકામાં આ ભ્રમ તોડયો હતો. તે ભારતીય વાયુસેનાની પાયલોટ બની હતી. આ પરાક્રમ ત્યારે તેણે કર્યું હતું જયયારે ફેમી નિઝમની બોલબાલા નહોતી. 1999માં કારગીલ વોર દરમિયાન તેણે ચિતા હેલીકોપ્ટરથી ઉડાન ભરી હતી. તેને દુશ્મનોના ઠેકાણાઓનો પતો મેળવવો સહીતના કામો સોંપાયા હતા.

આ ફીલ્મમાં પંકજ ત્રિપાઠીએ ગુંજનના પિતાનો રોલ ભજવ્યો છે. આમાં પરિવારમાંથી આવતી ગુંજનની કથા એટલા માટે જોવાલાયક છે કે તેના પરિવારમાં કયારેય લૈંગિક ભેદભાવ નહોતો રાખવામાં આવ્યો. ગુંજનનું બાળપણથી જ સપનું હતું પ્લેન ઉડાડવાનું.

શરણ શર્માની ડાયરેકટર તરીકે આ પ્રથમ ફિલ્મ છે તેણે ઈમાનદારીથી વિષયને પરદા પર રજૂ કર્યો છે. વિંગ કમાન્ડરના રોલમાં વિનિત સિંહ છે. આ ફીલ્મમાં અમેરિકી એરિયલ કોર્ડીનેટર માર્ક વુલ્ફનું કામ જબરદસ્ત છે. જે મિશન ઈમ્પોસીબલ, સ્ટાર વોર્સ સીરીઝમાં કામ કરી ચૂકયા છે. આ ફીલ્મ પિતૃ સતાત્મક વિચારધારા અને ભેદભાવની સામે પણ યુદ્ધ છેડે છે.


Related News

Loading...
Advertisement