લોકડાઉનમાં લોકોએ સરેરાશ 4 કલાક ટીવી-નેટ પર ગાળ્યા

11 August 2020 04:56 PM
Ahmedabad Gujarat
  • લોકડાઉનમાં લોકોએ સરેરાશ  4 કલાક ટીવી-નેટ પર ગાળ્યા

અમદાવાદ તા.11
લોકડાઉન દરમિયાન તમામ લોકોની લાઈફસ્ટાઈલને અસર પહોંચી હતી. કામ કરવા ટેવાયેલા લોકોને ઘરે બેસવાનો વારો આવ્યો હતો. એવામાં આવા લોકોએ એપ્રિલ અને મે દરમિયાન શું કર્યું? તેને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે મહતમ સમય ઓનલાઈન કનટેન્ટ અને ટીવી જોવા પાછળ ગાળ્યો હોવાનું સર્વેમાં સામે આવ્યું હતું. એમઆઈસીએના પ્રોફેસર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં દરરોજ લોકોએ સરેરાશ 4 કલાક ટીવી જોવામાં અને ઓનલાઈન કનટેન્ટ જોવામાં સમય પસાર કર્યો હતો.

આ સર્વેમાં 429 કામ કરતાં પ્રોફેશનલ (વ્યવસાયિકો) અને વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. ‘લોકડાઉન પહેલા 57 ટકાલોકો દરરોજ ઓનલાઈન કનટેન્ટ જોવા પાછળ દરરોજ બે કલાક કરતાં ઓછો, 32.7 ટકા લોકો 2-4 કલાક, 7.5 ટકા લોકો 4-6 કલાક જેટલો સમય પસાર કરતાં હતા. જો કે લોકડાઉન દરમિયાન 4 કલાક ઓનલાઈન કનટેન્ટ જોતા લોકોમાં 25 ટકાનો વધારો થયો હતો.

જયારે 8-3 ટકા લોકો દિવસનાં 8 કલાક અથવા તેના કરતાં વધુ સમય સુધી ઓનલાઈન કનટેન્ટ જોતા હતા. કોરોનાની મહામારી વચ્ચે હકારાત્મક વાતાવરણ જાળવી રાખવા માટે કોમેડી જેનર સૌથી વધારે જોવાયું હતું.


Related News

Loading...
Advertisement