લોધિકા સંઘ કેસમાં સરધારા વતી એડવોકેટ મહેન્દ્ર ફળદુની મહત્વની ભૂમિકા

11 August 2020 04:50 PM
Rajkot Saurashtra
  • લોધિકા સંઘ કેસમાં સરધારા વતી એડવોકેટ મહેન્દ્ર ફળદુની મહત્વની ભૂમિકા

લોધીકા સંઘની ચૂંટણીમાં વાઈસ ચેરમેન મનસુખ સરધારાની ઉમેદવારી સામેની વાંધા અરજી લાંબી સુનાવણી બાદ ચૂંટણી અધિકારીએ ફગાવી દીધી હતી. મનસુખ સરધારા વતી સીનીયર એડવોકેટ મહેન્દ્ર ફળદુ હાજર રહ્યા હતા. ચૂંટણી કાર્યવાહી ઉમેદવારી ફોર્મની લાયકાત- ગેરલાયકાત તથા અન્ય કાયદાકીય મુદાઓના અર્થઘટનમાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

તેઓએ મુકેશ તોગડીયા દ્વારા ખોટી વાંધા અરજી રજુ કરાયાની અને નિર્દિષ્ટ મંડળીઓના કાયદાની કલમ 145, સહકારી કાયદાના નિયમો 65 અને 28 તથા વિવિધ અદાલતોમાં ચુકાદાઓ ટાંકીને વિસ્તૃત ધારદાર દલીલો કરી હતી.


Related News

Loading...
Advertisement