રાજકોટ ડેરી સંઘમાં મેનેજમેન્ટની દાદાગીરી અને લોકશાહીની હત્યા : દિલીપ સખીયા

11 August 2020 04:49 PM
Rajkot Saurashtra
  • રાજકોટ ડેરી સંઘમાં મેનેજમેન્ટની દાદાગીરી અને લોકશાહીની હત્યા : દિલીપ સખીયા

રાજકોટ,તા. 11
ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવેલ છે કે ખેડૂતોની સંસ્થા રાજકોટ દૂધ ડેરી સંઘમાં ચૂંટણી હોવાથી ઉમેદવારી પત્રો ભરવાનું કામ ચાલુ છે. આજે તેનો છેલ્લો દિવસ છે. હાલ રાજકોટ ડેરી સંઘમાં ગોવિંદભાઈ રાણપરીયાનું 18 વર્ષથી એકતરફી શાસન છે. તેના શાસનમાં રાજકોટ ડેરી અને ખેડૂતોને ઘણું બધુ નુકસાન થયેલ છે. ગમે તેમ કરીને સતા ઉપર ટકી રહેવા માટે આ લોકો દરેક પ્રકારના પ્રયત્ન કરી લોકો ઉપર સામ,દામ અને દંડનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા ઉમેદવારો થાય તેવો પ્રયત્ન કરી રહ્યા છે.

રાજકોટની દરેક સહકારી સંસ્થાનો પૂરેપૂરો દુરઉપયોગ કરીને અગાઉથી જ કોઇ પણ ઉમેદવારના ફોર્મમાં કોઇ ટેકેદાર સહી ન કરે તેવા દરેક પ્રકારના ધાક, ધમકીનાં પ્રયત્ન કરવામાં આવેલા છે. અને તેની ડેરી બંધ કરવાની ધમકી આપવામાં આવે છે. એવો જ બનાવ ઉપલેટા તાલુકાના ડાયાલાલ ગજેરાની ઉમેદવારીમાં આ લોકોએ દરેક ડેરીના પ્રમુખોને ડેરી બંધ કરવાની ધમકી આપીને ડરાવવામાં આવે છે. ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, રમેશભાઈ ચોવટીયા, લલીતભાઈ ગોંડલીયા, ભરતભાઈ પીપળીયા, જીવનભાઈ વાછાણી, મનોજભાઈ ડોબરીયા, રમેશભાઈ હાપલીયા, મહીપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ સોરઠીયા, માધુભાઈ પાંભર, તમામ ખેડૂતો-પશુપાલકોની માંગણી છે.


Related News

Loading...
Advertisement