ડેરીની ચૂંટણીમાં કિસાન સંઘ મેદાને : સમર્થન સાથે 8 ઉમેદવારોને ઉભા રાખ્યા : ગરમાવો

11 August 2020 04:48 PM
Rajkot Saurashtra
  • ડેરીની ચૂંટણીમાં કિસાન સંઘ મેદાને : સમર્થન સાથે 8 ઉમેદવારોને ઉભા રાખ્યા : ગરમાવો

ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ફોર્મ ભરાતા ચૂંટણી ફરજીયાત બનશે ? અટકળો

રાજકોટ,તા. 11
રાજકોટ ડેરીની ચૂંટણી બિનહરીફ કરાવવાના પ્રયત્નો વચ્ચે કિસાન સંઘ મેદાને આવતા જિલ્લાનાં સહકારી રાજકારણમાં ગરમાવો આવવાના એંધાણ છે. કિસાન સંઘ તરફથી 8 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે.

રાજકોટ ડેરીની ચૂંટણી 28મી ઓગસ્ટે યોજાવાની છે. શાસક રાદડીયા-રાણપરીયા જૂથ દ્વારા 14 ઉમેદવારોના ફોર્મ ભરાવી દેવામાં આવ્યા હતા. બે-ત્રણ બેઠકોમાં હરિફો મેદાનમાં આવવાની અટકળો વ્યક્ત થતી હતી છતાં સમજાવટના ધોરણે ચૂંટણી બિનહરીફ કરાવવાના પ્રયત્નો કરવાનું જાહેર કરાયું હતું. આ દરમ્યાન હવે કિસાન સંઘ મેદાને આવ્યું છે. કિસાન સંઘનાં સમર્થન સાથે આજે આઠ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. વધુ ફોર્મ ભરાવવાના પણ પ્રયત્નો ચાલુ હતા. શાસક જૂથના 14 તથા કિસાન સંઘ સમર્પિત 8 ઉમેદવારોના ફોર્મ રજૂ થતા બપોર સુધીમાં 22 ફોર્મ ભરાયા હતાં.

રાજકોટ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ વાતચીતમાં કહ્યું કે ખુદ સંઘ ચૂંટણી લલડતચુ નથી પરંતુ આઠ ઉમેદવારોને સમર્થન આપ્યું છે. લોકશાહીમાં ચૂંટણી થવી જોઇએ. બિનહરીફ તે ગુલામીની નિશાની છે. વધુ સારા પ્રતિનિધિઓ ચૂંટાઈને આવે અને ખેડૂતોના હિતમાં કાર્યો કરે તેવા આશયથી સમર્થન આપ્યું છે.

રાજકોટ ડેરીમાં કોઇ લડાઇ ન થવાની અટકળો વચ્ચે એકસાથે આઠ ફોર્મ ભરાતા હવે આવતા દિવસોમાં કેવા વળાંક આવે છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે.Related News

Loading...
Advertisement