બિહારમાં કોરોના વચ્ચે ચૂંટણી યોજવી ખોટી: પાસવાનનો વિરોધ

11 August 2020 04:03 PM
India Politics
  • બિહારમાં કોરોના વચ્ચે ચૂંટણી યોજવી ખોટી: પાસવાનનો વિરોધ

નવી દિલ્હી
બિહારમાં વિધાનસભા ચૂંટણી નિયત સમયે જ યોજાવાની ચૂંટણી પંચની જાહેરાત સામે વિરોધ શરુ થઈ ગયોછે અને એનડીએના સાથી પક્ષ અને કેન્દ્રીયમંત્રી શ્રી રામવિલાસ પાસવાને રાજયમાં જે રીતે કોરોના સંક્રમણ છે તે વચ્ચે ચૂંટણી યોજવા સામે વિરોધ કર્યો છે.

એક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ચૂંટણીના કારણે લાખો શિક્ષકો, પેરામેડીકલ સ્ટાફ, સરકારી અધિકારીઓને ફરજ પર આપવું પડશે. ઉપરાંત પ્રચારમાં હજારો લોકો એકત્ર થશે અને તેનાથી કોરોના સંક્રમણ કયાં સુધી પહોંચશે તે પ્રશ્ન છે.


Related News

Loading...
Advertisement