ડીગ્રી-ડિપ્લોમાં સહિતની ટેકનીકલ કોલેજોને સ્કૂલોની જેમ ટયુશન ‘ફી’ લેવા આદેશ

11 August 2020 03:18 PM
Rajkot Gujarat
  • ડીગ્રી-ડિપ્લોમાં સહિતની ટેકનીકલ કોલેજોને સ્કૂલોની જેમ ટયુશન ‘ફી’ લેવા આદેશ

ગુજરાત હાઇકોર્ટના ચૂકાદા બાદ કોલેજોનું ફી માળખુ નિયત કરવા માટે રાજય સરકારની કવાયત : ગુરૂવારે યોજાશે ફી નિર્ધારણ કમિટીની બેઠક

રાજકોટ તા.11
વૈશ્વીક મહામારી કોરોના વાયરસે મચાવી રાખેલા કહેરના કારણે શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને હાલ ઘેર બેઠા ઓનલાઇન શિક્ષણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે. ત્યારે ખાનગી શાળાઓને માત્ર ટયુશન ફી લેવા ગુજરાત હાઇકોર્ટે આપેલા આદેશના પગલે હવે ટેકનીકલ કોલેજોમાં પણ ટયુશન ફી જ લેવા ગુજરાત સરકારે આદેશ આપી દીધો છે.

આ મામલે ફી નિર્ધારણ કમિટી (એફઆરસી)ની ખાસ બેઠક જન્માષ્ટમી બાદ તુરંત આગામી ગુરૂવારે આયોજીત કરવામાં આવી છે. એઆઇસીટીઇ હેઠળ આવતી ટેકનીકલ કોલેજોનું ‘ફી’નું માળખુ નિયત કરવા કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે ખાનગી શાળાઓની જેમ ટેકનીકલ કોલેજોનું પણ ‘ફી’નું માળખુ નક્કી થશે. જેનો સૌથી પ્રથમ અહેવાલ સાંજ સમાચારે રજૂ કર્યો છે. જે બાદ રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટેકનીકલ કોલેજોનું ફીનું માળખું નિયત કરવા માટે હવે ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે.

કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન ધંધા-રોજગાર બંધ રહ્યા હોય અ ને તેની ગાડી હજુ પાટા પર ચડી ન હોય કોલેજ સંચાલકોને નુકશાન ન થાય અને વિદ્યાર્થીઓને પરવડે તેવુ ફીનું માળખું નિયત કરાશે જે વર્ષ 2020-21 માટે નિયત કરવામાં આવશે. આ માટે ગુરૂવારે ફી નિર્ધારણ કમિટી (એફઆરસી)ની બેઠક આયોજીત કરવામાં આવી છે.

જેમાં રાજયની તમામ ડિગ્રી-ડિપ્લોમાં ઇજનેરી ફાર્મસી એમ.બી.એ. સહિતની ટેકનીકલ કોલેજોની વર્ષ 2020-21ની ફી નિયત થશે. કોલેજોને પણ ખાનગી શાળાઓની જેમ ટયુશન ફી લેવા માટે સરકાર દ્વારા આદેશ આપી દેવામાં આવેલ છે. સ્કૂલોની જેમ ટેકનીકલ કોલેજોને ટયુશન ફી લેવા સરકારે આદેશ આપેલ છે. આ અંગેનો અહેવાલ સાંજ સમાચાર ગત તા.7 ઓગષ્ટે આપેલ હતો.


Related News

Loading...
Advertisement