ગુજરાત ટેસ્ટ વધારે: પોઝીટીવના કોન્ટેકટનો પણ 72 કલાકમાં ટેસ્ટ: મોદી

11 August 2020 03:07 PM
Gujarat India
  • ગુજરાત ટેસ્ટ વધારે: પોઝીટીવના કોન્ટેકટનો પણ 72 કલાકમાં ટેસ્ટ: મોદી

દેશમાં 80% થી વધુ પોઝીટીવ ધરાવતા ગુજરાત સહિતના 10 રાજયોના મુખ્યમંત્રીઓ સાથે મોદીની વિડીયો કોન્ફરન્સ : મૃત્યુઆંક 1%થી નીચો લાવવો પણ જરૂરી: રીકવરી રેટ વધી રહ્યો છે તેથી આપણી દિશા સાચી છે: વડાપ્રધાનનો મત : ગુજરાત ઉપરાંત બિહાર, આસામ, મધ્યપ્રદેશ, યુપી, મહારાષ્ટ્ર-કર્ણાટક અને કેરાળાના મુખ્યમંત્રીઓ સાથે કોરોના-ચર્ચા

નવી દિલ્હી તા.11
દેશમાં અનલોક દરમિયાન સતત વધતા જતા કોરોનાના કેસને લઈને વડાપ્રધાન મોદીએ વધુ એક વાર ગુજરાત સહિત 10 રાજયો કે જયાં કોરોનાના વધુ કેસો છે તેવા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વીડીયો કોન્ફરન્સ કરી હતી. આ ચોથી કોન્ફરન્સ હતી.

આ વિડીયો કોન્ફરન્સમાં ગુજરાત સહિતના 10 વધારે કોરોનાગ્રસ્ત રાજયોને ટેસ્ટ વધારવાની ટકોર કરી હતી અને સંક્રમીતના સંપર્કમાં આવેલાઓનો 72 કલાકમાં ટેસ્ટ કરવાનું વડાપ્રધાને જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીના કોરોના સંબંધી વાર્તાલાપમાં ગુજરાત સહિત આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામીલનાડુ, પશ્ચીમ બંગાળ, મહારાષ્ટ્ર, બિહાર, તેલંગાણા અને ઉતર પ્રદેશ રાજયના મુખ્યમંત્રીઓ સામેલ થયા હતા.

વડાપ્રધાન મોદીએ કોરોના મુદે સતત ચોથીવાર રાજયોના મુખ્યમંત્રીઓને વિડીયો કોન્ફરન્સથી અયોધ્યા હતા.

મોદીએ જણાવ્યું હતું કે કોરોનાને હરાવીને દેશ જીતશે. કોરોનાના સૌથી વધુ કેસ એકટીવ કેસ આ 10 રાજયોમાં છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે દરેક રાજયો પોતાના સ્તરે કોરોના સામે લડી રહ્યા છે. કેન્દ્ર અને રાજય ટીમ બનાવીને કામ કરે છે.આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ.વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે કોરોના સામે લડવામાં બધાનો સાથ જરૂરી છે. કોરોનાનું ચિત્ર કઠીન હોય પણ આપણે સિસ્ટમેયીક રીતે આગળ વધવું જોઈએ.

મોદીએ એ પણ જણાવ્યું હતું કે કોરોનાના વધતા કેસની સામે રિકવરી રેટ પણ વધતો જાય છે.
કોરોનાને માત કરવા માટે વડાપ્રધાને જણાવ્યું હતું કે કોરોનાના ટેસ્ટ વધારવા જોઈએ. તેમણે ગુજરાત સહીત તમામ 10 રાજયોને ટેસ્ટીંગ વધારવાની ટકોર કરી હતી.

કોરોના નિવારણ પીએમે એવું પણ સૂચન કર્યું હતું કે સંક્રમીતોના સંપર્કમાં આવેલાઓના 72 કલાકમાં ટેસ્ટ કરવા જોઈએ. મોદીએ જણાવ્યું હતું કે કોરોના સામે લડવા બધાનો સાથ જરૂરી છે.વડાપ્રધાને રાજયોના મુખ્યમંત્રીઓને સંબોધતા કહ્યું હતું કે કોરોનાથી મૃત્યુનો દર ઘટાડીને 1 ટકો લાવવાના છે અને રિકવરી રેટ ઉંચો લાવવાનો છે.


Related News

Loading...
Advertisement