ગુજરાત સહિતના 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મોદીની વીડિયો કોન્ફરન્સ

11 August 2020 03:03 PM
Gujarat India
  • ગુજરાત સહિતના 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મોદીની વીડિયો કોન્ફરન્સ

કોરોના મુદ્દે ફરી એક વખત ચિંતા સાથે વડાપ્રધાને મુખ્યમંત્રીઓને સંબોધ્યા

નવી દિલ્હી,તા. 11
દેશમાં સતત ચાલી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વધુ એક વખત ગુજરાત સહિતનાં 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના સંક્રમણ અંગે ચિંતા શરુ કરી છે અને રાજ્યોનાં પગલાઓ અંગે માહિતગાર થશે.

વડાપ્રધાનનો કોરોના સંબંધી આ વધુ એક વાર્તાલાપ હશે જેમાં ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામીલનાડુ, પશ્ર્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, તેલંગાણા અને ઉતરપ્રદેશના મુખ્યમંત્રીઓ સામેલ થશે. ભારતમાં કોરોના સંક્રમણ એ ચિંતાનો વિષય રહ્યો જ છે અને છેલ્લા સાત દિવસથી અમેરિકા અને બ્રાઝીલ કરતાં પણ વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે તથા 2 કરોડથી વધુ કેસ વિશ્ર્વભરમાં નોંધાઈ ચૂક્યા છે.

જો કે ઇટલી અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો સતત નીચા કેસ નોંધાવી રહ્યું છે. પરંતુ ભારતની સ્થિતિ બગડી રહી છે તે જોતા વડાપ્રધાન ફરી એક વખત રાજ્યોના મુખ્યમંંત્રીઓ સાથે કોરોના મુદ્દે વાતચીત કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement