ગેન્ગસ્ટર વિકાસ દુબેના જીવન પર વેબ-સિરીઝ બનાવશે હંસલ મેહતા

11 August 2020 02:15 PM
Entertainment India
  • ગેન્ગસ્ટર વિકાસ દુબેના જીવન પર વેબ-સિરીઝ બનાવશે હંસલ મેહતા

મુંબઇ
ગેન્ગસ્ટર વિકાસ દુબેના જીવન પર હંસલ મેહતા વેબ-સિરીઝ બનાવશે. વિકાસ દુબેનું થોડા સમય પહેલાં જ એન્કાઉન્ટર થયું હતુ. તેની માહિતી આપનારને પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતુ.પ્રોડયુસર શૈલેશ સિંહે એના રાઇટ્સ ખરીદી લીધા છે.

આ ફિલ્મને જવાબદારીપૂર્વક બનાવવાની વાત કરતાં હંસલ મેહતાએ કહયું હતું કે આ આપણા સમય અને પ્રણાલીનું પ્રતિબિંધ છે કે જયાં રાજકારણ, અપરાધ અને કાયદો બનાવનારા હાથ મિલાવે છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ સ્ટોરી છે અને એને જવાબદારીપૂર્વક બનાવવામાં આવશે. મને આમાં રાજકીય થ્રિલર દેખાય છે અને આ સ્ટોરી કહેવી દિલચસ્પ રહેશે.


Related News

Loading...
Advertisement