સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ.ના સ્પોર્ટસ બોર્ડના સભ્યપદે સંજય ટાંકની વરણી

11 August 2020 12:41 PM
Rajkot Gujarat
  • સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ.ના સ્પોર્ટસ બોર્ડના સભ્યપદે સંજય ટાંકની વરણી

રાજકોટ તા.11
સ્વર્ણિમ યુનિવર્સિટીના માધ્યમથી ગુજરાતમાં ઉત્તમ કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા તેમજ યોગ્ય માર્ગદર્શન અને સાધનો પુરા પાડવા અને તેમનું કૌવત વૈશ્વીક કક્ષાએ ચમકે તેવું પ્લેટફોર્મ પુરા પાડવાના પ્રયાસો યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને યુનિવર્સિટી સ્પોર્ટસ કલબના ચેરમેન ડો. અર્જુનસિંહ રાણાના માર્ગદર્શનમાં થઇ રહયા છે. ત્યારે યુનિવર્સિટીના સ્પોર્ટસ બોર્ડના સલાહકાર તરીકે રાજકોટના સામાજિક અગ્રણી અને રમત ગમત ક્ષેત્રે આગવું નામ ધરાવતા સંજય ટાંકની વરણી થતાં સૌરાષ્ટ્રના ખેલાડીઓને પણ વિશેષ ફાયદો થશે.

સંજય ટાંક એટલે રાજકોટનું એક એવું વ્યકિતત્વ કે જે માત્ર રમત જગત જ નહીં શિક્ષણ, સમાજ સેવા, ધાર્મિક કાર્યક્રમો, રાજકિય કાર્યક્રમો વગેરેમાં સતત અગ્રેસર રહી સમાજને કંઇક આપવાની નેમ સાથે કાર્યરત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ સ્પોર્ટસ ક્ષેત્રે તેઓ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેમની નિમણુંકથી તેમના વિશાળ ચાહક વર્ગ દ્વારા (મો. 94266 76777) પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.


Related News

Loading...
Advertisement