શ્રીકૃષ્ણ : જન્માષ્ટમીનું શાસ્ત્રોકત મહાત્મ્ય

11 August 2020 12:31 PM
Rajkot Dharmik Politics Saurashtra
  • શ્રીકૃષ્ણ : જન્માષ્ટમીનું શાસ્ત્રોકત મહાત્મ્ય

શ્રી ભગવાને ગીતા અઘ્યાય-શ્ર્લોક 16-23-24માં શાસ્ત્રાજ્ઞા મુજબ ધર્મકાર્ય કરવાની આજ્ઞા કહી છે. તેથી કૃષ્ણ-જન્માષ્ટમીના વ્રત અને તેના ફળની વાત પણ શાસ્ત્રોમાંથી જણાવી જોઇએ. શ્રી નારદ મહાપુરાણ તથા અન્ય ધર્મગ્રંથોમાં જન્માષ્ટમી વિશે માહિતી આપવામાં આવી છે તેમાંથી થોડી માહિતી આ લેખમાં આપી છે.
શાસ્ત્રનો સંદર્ભ : શ્રી નારણ મહાપુરાણ-પૂર્વ ભાગ અઘ્યાય - 117માં શ્રી સનાતનજી શ્રી નારદને કહે છે

કૃષ્ણ જન્માષ્ટમી વ્રત : વ્રત કરનારે તીર્થજળ કે નદીના જળથી તળ-મિશ્રીત જળથી સ્નાન કરીને વ્રતના દિવસે ઉપવાસ કરવો. પવિત્ર સ્થાનમાં તાંબાનો કે માટીનો કળશ સ્થાપવો. કળશ ઉપર તાંબાનું પાત્ર મુકવું તેમાં શ્રીકૃષ્ણની મૂર્તિ સ્થાપવી. તેના પર સુંદર વસ્ત્રો રાખવા પછી શ્રી ભગવાનના પદ્ય વગેરે ઉપચારો દ્વારા ખુબ ભકિતભાવથી પૂજન કરવું.

ત્યારપછી કળશથી પૂર્વ બાજુએથી ક્રમશ: દેવકી, વાસુદેવ, યશોદા, નંદ, વ્રજ, ગોપગણ તથા ગોપીગણ તથા ગાયોના સમુદાયોની પૂજા કરવી, આરતી ઉતારવી તથા ક્ષમા-યાચના કરવી અને અડધી રાત સુધી ત્યાં જ રહીને ખૂબ ભકિતભાવથી ભજન-કીર્તન, પાઠ વિગેરે કરવું.

અડધી રાત્રે શ્રીકૃષ્ણ ભગવાનને ફરીથી પંચામૃતથી સ્નાન કરાવવું તથા શુદ્ધ જળ અને સુગંધીત પુષ્પો વિગેરેથી શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. ચાંદીના પાત્રમાં ધાણા, અજમો, સૂંઠ, ખાંડ અને શુદ્ધ ગાયનું ઘી મિશ્ર કરીને શ્રી ભગવાનને નૈવેધ અર્પણ કરવું. શ્રી ભગવાનની આરતી ઉતારવી અને ચંદ્રમાને અર્ઘ્ય અર્પણ કરવો.
વ્રત કરનારે પુરાણોના પાઠ, સ્ત્રોતો, ગીત, વાદ્યો સાથે સંકીર્તન કરી ખૂબ ભકિતભાવથી રાત્રીનો શેષનાગ વ્યતિત કરવો.

બીજે દિવસે પ્રાત:કાળે બ્રાહ્મણોને મિષ્ટાન સહિતનું ભોજન કરાવવું અને તેમને અન્નદાન ઉપરાંત જળદાન, વસ્ત્રદાન, સુવર્ણદાન, ભૂમિદાન, ગૌદાન વિગેરે દાન પણ પોતાની શકિત તથા શ્રદ્ધા મુજબ કરવા તથા બ્રાહ્મણોને દક્ષિણા પણ આપવી તથા જરૂરીયાતવાળા મનુષ્યોને પણ પોતાની શ્રદ્ધા / શકિત મુજબ દાન અને દક્ષિણા આપવી.

શ્રીકૃષ્ણ ભગવાનની પૂજાના મંત્રો
*ૐ કૃષ્ણાય નમ: ॥ ૐ દેવકયે નમ: ॥
*ૐ વાસુદેવાય નમ: ॥ ૐ યશોદાય નમ: ॥
*ૐ બલદેવાય નમ: ॥ ૐ સપરિવારાય નમ: ॥
*શ્રીકૃષ્ણ ભગવાનની અંગ પૂજા :
*ગોવિંદાય નમ: (એમ કહી)-ચરણની
*માધવાય નમ: (એમ કહી)-પીંડીની
*મધસુદનાય નમ: (એમ બોલી) - નાભીની
*ઋષિકેશાય નમ: (એમ બોલી) હૃદયની
*સંકર્ષણાય નમ: (એમ બોલી) સ્તનની
*વામનાય નમ: (એમ બોલી) ભૂજાની

શ્રીકૃષ્ણ નમ: બોલી સાથે એમની પૂજા કરવી તથા ગરૂડ પુરાણમાં કહેલ મંત્રો સહિત ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી. રાત્રીમાં જાગરણ કરવું અને ભગવાન શ્રીકૃષ્ણ સ્ત્રોતોનો પાઠ કરી પુરાણોની કથા સાંભળવી.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત તથા તેનું ફળ :
*શ્રાવદ વદ-આઠમ, તા. 12/8/2020ને બુધવારના રોજ જન્માષ્ટમીનું વ્રત છે.
*આ દિવસે ઉપવાસ કરવાથી સાત જન્મોના પાપથી મુકત થવાય છે.
*શાસ્ત્રાજ્ઞા મુજબ વ્રત કરનાર શ્રીકૃષ્ણ ભગવાનનાં ધામમાં જાય છે.

આ જન્માષ્ટમીના વ્રત જેવું અન્ય કોઇ વ્રત ત્રણેય લોકમાં નથી અને આ વ્રત કરનાર મનુષ્યને કરોડો એકાદશી કરવાથી મળતું ફળ પ્રાપ્ત થાય છે તેમ શ્રી નારદ પુરાણમાં કહેવામાં આવ્યું છે.

સંકલન : નિશીથભાઇ ઉપાશ્રય
સ્પીરીચ્યુઅલ કનસલટન્ટ અને એસ્ટ્રોલોજર


Related News

Loading...
Advertisement